પાકિસ્તાનમાં નવા ખૂલેલા મોલને લોકોએ લૂંટી નાખ્યો, લાખોના કપડાં-સામાન લઈ ગયા ઘરે

01 September, 2024 07:25 PM IST  |  Karachi | Gujarati Mid-day Online Correspondent

Huge mob vandalized and looted mall in Pakistan:

પાકિસ્તાનના મોલમાં લૂંટફાટ અને તોડફોડ (તસવીર: સોશિયલ મીડિયા)

આપના પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીને લીધે લોકોની ભારે હાલાકી થઈ છે. શાકભાજીથી લઈને દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. પાકિસ્તાનમાં (Huge mob vandalized and looted mall in Pakistan) લોકોની નબળી આર્થિક સ્થિતિના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે, પણ હવે તાજેતરમાં પાકિસ્તાનમાં એવી ઘટના બની છે જે આ બધા જ વીડિયોમાં કહેવામાં આવતી વાત સાચી હોઈ શકે છે એ સાબિત કરે છે. પાકિસ્તાનના શહેર કરાચીમાં એક મોટા કપડાની દુકાનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પણ તે એક દુર્ઘટનામાં ફેરવાઈ ગયું હતું. કપડાની દુકાનના ભવ્ય ઉદ્ઘાટન વખતે સેંકડોની સંખ્યામાં લોકોએ સંપૂર્ણ દુકાનને લૂંટી અને ત્યાં તોડફોડ કરી હતી.

સવારથી સોશિયલ મીડિયા (Huge mob vandalized and looted mall in Pakistan) એવા વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સેંકડો લોકો એક બિલ્ડીંગમાં ઘૂસી જતા જોવા મળી રહે છે અને તે બાદ બિલ્ડીંગની અંદર આવેલી દુકાનનો સ્ટાફ બેકાબૂ ભીડને માત્ર તેમની મિલકતને નુકસાન પહોંચાડતા જોઈ રહ્યા છે. એક અહેવાલો મુજબ `ડ્રીમ બજાર` નામના સ્ટોરના મેનેજમેન્ટે તેના ઓપનિંગના દિવસે ખાસ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. લોકોને ખરીદી કરવા આકર્ષવા માટે સોશિયલ મીડિયા માર્કેટિંગ પણ કરવામાં આવી હતું. જો કે, ઇવેન્ટ યોજના મુજબ થઈ ન હતી અને જ્યારે મેનેજમેન્ટે સ્ટોર બંધ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. આ ઘટના કરાચીના ગુલિસ્તાન-એ-જોહરમાં બની હતી. એક અહેવાલમાં ત્યાં રહેલા પ્રત્યક્ષદર્શીને ટાંકવામાં આવ્યો હતો જેણે કહ્યું હતું કે સ્ટોર બપોરે ત્રણ વાગ્યે ખૂલી હતી અને 3:30 વાગ્યા સુધીમાં તે સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ હતી.

સોશિયલ મીડિયા પરના વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે આખી ઈમારતની તોડફોડ કરવામાં આવી હતી, જેમાં ફ્લોર પર કપડા અને દુકાનોના કાચ પડ્યા હતા. સ્ટોરમાં લૂંટફાટ કરતી વખતે લોકો પોતાની જાતને પણ રેકોર્ડ કર્યા હતા અને અનેક લોકોએ કામેરમાં હાથ પણ બતાવ્યો હતો. ત્યાંની મીડિયાના અહેવાલો અનુસાર, આ મોલ પાકિસ્તાની (Huge mob vandalized and looted mall in Pakistan) મૂળના એક બિઝનેસમેને બનાવ્યો હતો જે હાલમાં વિદેશમાં રહે છે. એક આખા સ્ટોરમાં લૂંટફાટની ઘટના બની હતી ત્યારે સ્થાનિક પોલીસ ગેરહાજર રહી હતી. પોલીસને આ ઘટના વિશે અગાઉથી જ જાણ કરવામાં આવી ન હતી, અને જ્યારે તેઓને ઘટનાની જાણ થઈ ત્યારબાદ તેમણે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી દીધી હતી.

મેનેજમેન્ટના પક્ષમાંથી બે વ્યક્તિઓ પણ વીડિયોમાં ભીડના વર્તન પર નિરાશા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. એક કર્મચારીએ કહ્યું "આ મોલ કરાચીના લોકોના લાભ માટે ખોલવામાં આવ્યો હતો અને જુઓ કે તેઓએ શું કર્યું છે. લોકોને બદલવાની જરૂર છે. અમને અહીં વધારે રોકાણ થતું જોવા મળતું નથી, અને જ્યારે તેઓ કરે છે, ત્યારે આ પરિણામ છે,".

pakistan viral videos karachi international news inflation