ભૂપેન્દ્ર પટેલે જપાનમાં બુલેટ ટ્રેનમાં કરી મુસાફરી

28 November, 2023 12:15 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રમોશન માટે તેઓ સાત દિવસની જપાન અને સિંગાપોરની ટૂર પર છે

બુલેટ ટ્રેનમાં ટોક્યોથી યોકોહામા જઈ રહેલા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ. તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એનો એક વિડિયો શૅર કરવાની સાથે લખ્યું હતું કે ‘જૅપનીઝ ટેક્નૉલૉજી અને સ્ટાન્ડર્ડ્સથી ઇન્સ્પાયર્ડ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામગીરી ચાલી રહી છે ત્યારે બુલેટ ટ્રેનમાં ટોક્યોથી યોકોહામાની મુસાફરી

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જપાનની ઑફિશ્યલ ટ્રિપ પર છે. તેઓ ગઈ કાલે બુલેટ ટ્રેનમાં ટોક્યોથી યોકોહામા ગયા હતા. તેઓ રવિવારે જપાન આવી પહોંચ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રમોશન માટે તેઓ સાત દિવસની જપાન અને સિંગાપોરની ટૂર પર છે. આ સમિટ આવતા વર્ષે યોજાશે. તેમની સાથે બ્યુરોક્રેટ્સ અને ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓનું એક ડેલિગેશન છે.

જપાન એક્સટર્નલ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનના પ્રેસિડન્ટ સુસુમુ કટોઓકા અને અન્ય અધિકારીઓની સાથે ગુજરાતના સીએમ. આ મીટિંગમાં ગુજરાતમાં જપાનની કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેક્ટ્સ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. જપાન અને ભારત વચ્ચે અત્યારે ગ્રીન ઍમોનિયા, ગ્રીન હાઇડ્રોજન જેવાં સેક્ટર્સમાં પણ ભાગીદારી વધારવામાં આવી છે. ગુજરાતમાં ધોલેરામાં સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન જપાનના રોકાણકારોને આકર્ષી રહ્યો છે. 

ગુજરાતના સીએમ આ દેશની તેમની મુલાકાતના બીજા દિવસે જપાનના કેટલાક લીડર્સને ગઈ કાલે મળ્યા હતા અને તેમને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. ગઈ કાલે મુખ્ય પ્રધાન જપાન એક્સટર્નલ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનના પ્રેસિડન્ટ સુસુમુ કટોઓકાને ટોક્યોમાં મળ્યા હતા અને ગુજરાતમાં જપાનના રોકાણકારોને આકર્ષવામાં આ સંગઠનની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી. 

bhupendra patel gujarat cm japan tokyo international news