ઓલાને કારણે ગૂગલને ૧૦૦ કરોડનો ફટકો

09 July, 2024 04:39 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ગૂગલ-મૅપનો ઉપયોગ કરવાને બદલે કૅબ્સ સર્વિસ પ્રોવાઇડર હવે પોતાના મૅપનો ઉપયોગ કરશે

ઓલાના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ભાવિશ અગરવાલ

ઓલાને કારણે ગૂગલને ૧૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઓલા દ્વારા અત્યાર સુધી કૅબ્સ દ્વારા ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા પૂરી પાડવામાં આવતી હતી એમાં ગૂગલ-મૅપ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ માટે ઓલા દર વર્ષે ગૂગલને ૧૦૦ કરોડ રૂપિયા ચૂકવે છે. જોકે ઓલાના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ભાવિશ અગરવાલે ટ્વિટર પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. ભાવિશે કહ્યું કે ‘અમે ૧૦૦ કરોડને બદલે એને ઝીરો રૂપિયા કરી નાખ્યું છે. એ માટે યુઝર્સને ઓલા ઍપ્લિકેશન અપડેટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે તેમ જ એમાં ઘણાં નવાં ફીચર્સનો પણ બહુ જલદી સમાવેશ કરવામાં આવશે. એમાં સ્ટ્રીટ વ્યુ, ઇન્ડોર ઇમેજિસ, થ્રી ડાયમેન્શનલ (3D) મૅપ્સ અને ડ્રોન-મૅપ્સનો પણ બહુ જલદી સમાવેશ કરવામાં આવશે.’

google ola international news tech news technology news washington life masala