Google Doodle: ગૂગલ જ ભૂલી ગયું પોતાનું નામ? જાણો આજના ડૂડલનું રહસ્ય

27 September, 2023 11:40 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Google Doodle: ગૂગલે આજે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. ગૂગલના 25મા જન્મદિવસના ખાસ અવસર પર ગૂગલે ખાસ ડૂડલ બહાર પાડ્યું છે. ગૂગલે પોતાના નામમાં 25 આ આંકડાનો ઉમેરો કર્યો છે.

તસવીર સૌજન્ય: ગૂગલ

સૌથી જાણીતું સર્ચ એન્જિન એટલે ગૂગલ. આ જ ગૂગલે આજે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. ગૂગલના 25મા જન્મદિવસના ખાસ અવસર પર ગૂગલે ખાસ ડૂડલ (Google Doodle) બહાર પાડ્યું છે. ગૂગલે આજના તેના ખાસ ડૂડલમાં તેના 25 વર્ષ દર્શાવ્યા છે. ગૂગલ સર્ચ એન્જિન અમેરિકન લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા 4 સપ્ટેમ્બર, 1998ના રોજ વિકસાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગૂગલે ગેરેજમાંથી શરૂઆત કરી.

આજે જ્યારે કોઈ પણ ઈન્ટરનેટ યુઝર કોઈપણ પ્રકારની માહિતી એકત્રિત કરવા માંગે છે, ત્યારે તેના મગજમાં સૌથી પહેલી વસ્તુ આવે છે તે છે ગૂગલ. ગૂગલ (Google Doodle) હવે તો ઇન્ટરનેટ યુઝર્સ માટે જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. આજે ગૂગલના 25માજન્મદિવસ નિમિત્તે ખાસ એ જાણવું રહ્યું કે ગૂગલની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો ગૂગલે ગેરેજમાંથી  શરૂઆત કરી હતી પરંતુ આજે તે એક મોટી કંપની બની ગઈ છે જે હજારો લોકોને રોજગાર આપી રહી છે.

ગૂગલને પોતાનું નામ કઈ રીતે મળ્યું?

થોડા વર્ષો વિત્યા ત્યારબાદ પેજ અને બ્રિને કંપનીનું નામ બદલીને ગૂગલ કર્યું હતું. ત્યાં સુધી કે તેઓએ સુસાન વોજસિકી પર સ્વિચ કર્યું અને તેઓને $100,000 ફંડિંગ મળ્યું. 2003માં ગૂગલે તેના 1,000 કર્મચારીઓને માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયામાં સિલિકોન ગ્રાફિક્સની માલિકીના એમ્ફીથિએટર ટેક્નોલોજી સેન્ટરમાં સ્થાનાંતરિત કર્યા. બસ ત્યારથી જ આ જગ્યાને Googleplex તરીકે ઓળખવામાં આવે છે અને હવે તે કંપનીનો સૌથી મોટો વર્કસ્પેસ વિસ્તાર બની ગયો છે. 

ગૂગલનો જન્મદિવસ જુદા-જુદા દિવસે ઉજવવામાં આવતો હતો. પહેલા 7મી સપ્ટેમ્બરે બર્થ-ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 8મી સપ્ટેમ્બરે ગૂગલનો બર્થ-ડે અને પછી 26મી સપ્ટેમ્બરે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કંપનીએ 27 સપ્ટેમ્બરે ગૂગલનો જન્મદિવસ સત્તાવાર રીતે ઉજવવાની જાહેરાત કરી હતી. કારણ કે આ દિવસે જ ગૂગલે તેના સર્ચ એન્જિન પર પેજ સર્ચ નંબરનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. એટલે કે 1,2,3,4 વગેરે જે આપણે ગૂગલ પેજની નીચે જોઈ શકીએ છીએ.

શું છે આજના ડૂડલની ખાસિયત?

આજે ગૂગલે તેના 25મા જન્મદિવસે એક ખાસ ડૂડલ (Google Doodle) જારી કર્યું છે. આ ડૂડલમાં ગૂગલે પોતાનું નામ બદલ્યું હોય એવું લાગી રહ્યું છે. ગૂગલે પોતાના નામમાં 25 આ આંકડાનો ઉમેરો કર્યો છે. આ સાથે જ ગૂગલે લખ્યું છે કે આજનો ડૂડલ (Google Doodle) ગૂગલના 25મા જન્મદિવસના અવસર પર ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગૂગલ બધાનો આભાર પણ વ્યક્ત કર્યો છે કે જેમણે આટલા વર્ષોથી તેઓની સાથે જોડાયેલા રહ્યા છે. આજે તો કરોડો લોકો ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા સર્ચ કરે છે.

 

google happy birthday california international news