અભિનયમાં ઈમરાને શાહરુખ અને સલમાનને પણ પાછળ છોડી દીધા, આવું કોણે અને શા માટે કહ્યું

07 November, 2022 02:45 PM IST  |  Karachi | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (પીડીએમ)ના પ્રમુખ મૌલાના ફજલુર રહમાનનું કહેવું છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર હુમલો એક માત્ર નાટક હતું.

ઈમરાન ખાન

પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (પીડીએમ)ના પ્રમુખ મૌલાના ફજલુર રહમાનનું કહેવું છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર હુમલો એક માત્ર નાટક હતું. તેમણે કહ્યું કે ઈમરાન ખાન અભિનય કૌશલ્યમાં શાહરુખ ખાન અને સલમાન ખાનને પણ પાછળ મુકી દે તેમ છે. નોંધનીય છે કે એક જનસભા દરમિયાન ઈમરાન ખાનને પગમાં એક શખ્સે ગોળી મારી હતી. ગુરૂવારે જમણાં પગમાં ગોળી લાગવાથી ઈમરાન ખાન ઘાયલ થયા હતા. જો કે રવિવારે સર્જરી બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

ઈમરાન ખાનને થયેલી ઈજા પર શંકા વ્યક્ત કરતા ફજલુર રહમાને કહ્યું કે ઈમરાને અભિનયમાં શાહરુખ ખાન અને સલમાન ખાનને પણ પાછળ છોડી દીધાં છે.  શરૂઆતમાં વજીરાબાદ પ્રકરણ વિશે સાંભળતા મને સહાનુભૂતિ અનુભવાઈ હતી, પરંતુ હવે એવું લાગે છે કે આ એક નાટક હતું. તેમણે કહ્યું ખાનની ઈજાને લઈ હવે ભ્રમ ઉભો થયો છે. 

આ પણ વાંચો:કંપનીમાંથી કાઢી મુકેલા કેટલાક કર્મચારીઓને પરત બોલાવ્યાં ટ્વિટરે- કહ્યું `ભૂલ થઈ`

તેમણે કહ્યું કે એ કેવી રીતે સંભવ છે કે ગોળીના ટુકડા થઈ ગયા? આપણે બોમ્બના ટુકડા વિશે સાંભળ્યું છે પરંતુ ગોળી વિશે નહીં. આંધળા લોકોએ ખાનના જુઠ્ઠાણાંને સ્વીકારી લીધું છે. જ્યારે અમે ખાન પર હુમલા વિશે જાણ્યું તો અમે એ ઘટનાની નિંદા કરી હતી, પરંતુ હવે મને શંકા છે. 

ફજલુર રહમાને વધુમાં કહ્યું કે ગોળી લાગવાની સારવાર કેન્સર હોસ્પિટલમાં કેમ ચાલી રહી છે. ખાને પોતાના ધર્માર્થ સંગઠન સ્વામિત્વ વાળા ખાનમ હોસ્પિટલમાં જ સર્જરી કેમ કરાવી.જેયુઆઈ-એફ પ્રમુખે ચિકિત્સકના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે પહેલીવાર સાંભળ્યું કે શિનમાં એરોટા પણ હાજર છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે તેમને ટાંકીને કહ્યું કે ડોક્ટરોના નિવેદનમાં સ્પષ્ટ વિરોધાભાસ છે.

 

 

 

 

 

 

 

 

 

 

world news pakistan imran khan