તોશાખાના કેસમાં ઈમરાન ખાન દોષિત, 8 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા

10 May, 2023 06:30 PM IST  |  Islamabad | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન (Pakistan Imran Khan)ની મુશ્કેલીઓ વધી રહી છે. કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાન ખાનને દોષિત ઠેરવ્યા છે અને તેમને 8 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે.

ઈમરાન ખાન

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન (Pakistan Imran Khan)ની મુશ્કેલીઓ વધી રહી છે. કોર્ટે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને દોષિત ઠેરવ્યા છે અને તેમને 8 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. પીએમ તરીકે ગિફ્ટ વેચવાનો આરોપ હતો, જેમાં કોર્ટમાં સુનાવણી થઈ અને ઈમરાનને દોષી ઠેરવવામાં આવ્યા. ઈસ્લામાબાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ઈમરાન ખાન વિરુદ્ધ આરોપો ઘડવામાં આવ્યા હતા. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ગત રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આજની સુનાવણીમાં કોર્ટે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે.

પાકિસ્તાનના ચૂંટણી પંચના નિર્ણય બાદ ખાન વિરુદ્ધ તોશાખાનાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે તેણે વિદેશી મહાનુભાવો દ્વારા આપવામાં આવેલી ભેટ વેચીને પૈસા કમાયા હતા અને તે જાહેર કરવામાં નિષ્ફળ ગયા હતા.

ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને બુધવારે કડક પોલીસ સુરક્ષા વચ્ચે રાજધાની ઈસ્લામાબાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એનએબીએ ઈમરાનને 14 દિવસના રિમાન્ડ પર મોકલવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચો: ઈમરાનની ધરપકડ બાદ આગની જ્વાળામાં પાકિસ્તાન, હિંસામાં 6 લોકોના મોત, ઈન્ટરનેટ બંધ

જાણો શું છે તોશાખાનાનો મામલો
પાકિસ્તાની કાયદા અનુસાર, વિદેશી રાજ્યના મહાનુભાવો તરફથી મળેલી કોઈપણ ભેટ એ દેશની સંપત્તિ છે અને તેને રાજ્યની ડિપોઝિટરી એટલે કે તોશાખાનામાં રાખવાની હોય છે. જો રાજ્યના વડા ભેટને પોતાની પાસે રાખવા માગે છે, તો તેણે તેની સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે અને તે હરાજી પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ભેટો કાં તો તોશાખાનામાં જમા રાખવામાં આવે છે અથવા તો તેની હરાજી કરી શકાય છે અને તેના દ્વારા મળેલી રકમ રાષ્ટ્રીય તિજોરીમાં જમા કરવામાં આવે છે.

ઈમરાને કૌભાંડ કર્યું હતું
વર્ષ 2018માં પાકિસ્તાનમાં સત્તામાં આવેલા ઈમરાન ખાનને તેમની સત્તાવાર મુલાકાતો દરમિયાન લગભગ 14 કરોડ રૂપિયાની કિંમતની 58 ભેટો મળી હતી. આ ભેટો તોશાખાનામાં જમા કરાવવામાં આવી હતી પરંતુ બાદમાં પીએમ ઈમરાન ખાને તોશાખાનામાંથી સસ્તા ભાવે ખરીદ્યા અને પછી મોંઘા ભાવે બજારમાં વેચી દીધા. સત્તા છોડ્યા બાદ તેના રહસ્યોનો પર્દાફાશ થયો અને કેસ નોંધવામાં આવ્યો.

world news international news imran khan pakistan islamabad