18 January, 2025 11:16 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
બુશરાદેવી, ઇમરાન ખાન
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ૧૯ કરોડ પાઉન્ડના જમીન ભ્રષ્ટાચાર કેસમાં દોષી ગણવામાં આવ્યો છે અને ૧૪ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. તેની પત્ની બુશરાદેવીને પણ આ કેસમાં દોષી ગણવામાં આવી છે. તેને ૭ વર્ષની કારાવાસની સજા ફટકારવામાં આવી છે. ઇમરાન ખાનને ૧૦ લાખ અને બુશરાદેવીને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ૨૦૨૩ના ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનના ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ સરકારી તિજોરીને ૫૦ અબજ રૂપિયાનું નુકસાન પહોંચાડવાના આરોપમાં કેસ કર્યો હતો.