04 January, 2023 01:05 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ઇમરાન ખાન
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની સેક્સ ઑડિયો ક્લિપ્સ ખૂબ વિવાદ જગાવી રહી છે. હવે ઇમરાને કહ્યું છે કે અવિશ્વાસ મતની દરખાસ્ત દ્વારા ગયા વર્ષે તેને પીએમ પદેથી આઉટ કરાયો એ પહેલાં એક મીટિંગમાં પાકિસ્તાનની આર્મીના નિવૃત્ત ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેને ‘પ્લેબૉય’ કહ્યો હતો.
લાહોરમાં પોતાના નિવાસસ્થાને સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના ચૅરમૅન ઇમરાને કથિત રીતે તેની ડર્ટી ઑડિયો વિશે પણ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ડર્ટી ઑડિયો અને વિડિયો દ્વારા આપણે આપણા યુવાનોને શું મેસેજ આપી રહ્યા છીએ. તેમણે આવા ઑડિયોના રેકૉર્ડિંગ માટે પાકિસ્તાનના શક્તિશાળી લોકો જવાબદાર હોવાનું પરોક્ષ રીતે કહ્યું હતું. રિસન્ટલી ત્રણ ઑડિયો ક્લિપ્સ લીક થઈ ગઈ હતી, જે ઇમરાનની હોવાનું મનાય છે.
ગૃહપ્રધાન રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે આ ઑડિયો ક્લિપ જેન્યુઇન છે અને ઇમરાનની આવી જ વિડિયો ક્લિપ્સ પણ આગામી દિવસોમાં બહાર આવી શકે છે.
ઇમરાને કહ્યું હતું કે ‘ઑગસ્ટ ૨૦૨૨માં જનરલ બાજવા સાથેની એક મીટિંગમાં તેમણે મને કહ્યું હતું કે તેમની પાસે મારી પાર્ટીના નેતાઓની ઑડિયો અને વિડિયો છે. તેમણે મને એમ પણ યાદ અપાવ્યું હતું કે હું ‘પ્લેબૉય’ હતો. મેં તેમને કહ્યું હતું કે હા, હું ભૂતકાળમાં એક પ્લેબૉય હતો.