પાકિસ્તાન: પહેલી વખત હિન્દુ વ્યક્તિની ઍરફોર્સમાં પાઇલટ તરીકે પસંદગી

05 May, 2020 04:13 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન: પહેલી વખત હિન્દુ વ્યક્તિની ઍરફોર્સમાં પાઇલટ તરીકે પસંદગી

પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત એક હિન્દુ વ્યક્તિની પાકિસ્તાન ઍરફોર્સમાં પાઇલટ તરીકેની પસંદગી કરવામાં આવી છે. આ યુવાનનું નામ રાહુલ દેવ છે અને તેની પાકિસ્તાન ઍરફોર્સમાં જનરલ ડ્યુટી પાઇલટ ઑફિસર તરીકેની પસંદગી કરવામાં આવી છે. લઘુમતીઓ સાથેના અત્યાચાર માટે બદનામ પાકિસ્તાન દેશમાં એક હિન્દુ વ્યક્તિની પાઇલટ તરીકેની પસંદગીને સુખદ ઘટના માનવામાં આવી રહી છે.

પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ દેવ થારપારકરનો રહેવાસી છે. થારપારકર પાકિસ્તાનના સિંધ પ્રાંતનો સૌથી મોટો જિલ્લો છે. થારપારકર જિલ્લામાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો રહે છે. જ્યારે રાહુલ દેવ નામના આ યુવાનની પાકિસ્તાની ઍરફોર્સમાં પાઇલટ તરીકેની પસંદગી કરવામાં આવી ત્યારે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓએ ખુશી વ્યક્ત કરી છે. ઑલ પાકિસ્તાની હિન્દુ પંચાયત સેક્રેટરી રવિ દવાણીએ પાકિસ્તાની ઍરફોર્સમાં રાહુલ દેવ નામના આ યુવાનની પસંદગી પર ખુશી વ્યક્ત કરી છે.

ઑલ પાકિસ્તાની હિન્દુ પંચાયત સેક્રેટરી રવિ દવાણીએ જણાવ્યું કે લઘુમતી સમુદાયના લોકો સિવિલ સર્વિસિઝ અને પાકિસ્તાની આર્મીમાં સેવા આપી રહ્યા છે. માત્ર આટલું જ નહીં, પાકિસ્તાનમાં ઘણા હિન્દુ ડૉક્ટર્સ પણ છે. તેમણે કહ્યું કે જો આગામી દિવસોમાં પાકિસ્તાની સરકાર લઘુમતીઓ પર પોતાનું ધ્યાન રાખશે તો રાહુલ દેવ પોતાના દેશની સેવા માટે તૈયાર થઈ દશે. રાહુલ દેવના પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

international news pakistan