28 March, 2023 07:08 PM IST | Mexico | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
અમેરિકાના પડોશી દેશ મેક્સિકો (Mexico Fire)માં એક મોટી જીવલેણ ઘટના સામે આવી છે. અહીં, ટેક્સાસ(Texsas)ના અલ પાસો નજીક સિઉદાદ જુઆરેઝમાં સ્થળાંતર અટકાયત કેન્દ્રમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 39 લોકો દાઝી ગયા હતા. પરપ્રાંતીયોને અહીં કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આગના કારણે પરિસરમાં હોબાળો મચી ગયો હતો. થોડા જ સમયમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.
નોંધનીય છે કે મેક્સિકો અમેરિકાના દક્ષિણમાં સ્થિત છે, આ બંને દેશો હજારો કિલોમીટરની સરહદ વહેંચે છે. મેક્સિકોથી યુ.એસ.માં છૂપાયેલા લોકોને સામાન્ય રીતે સરહદ નજીકના ઇમિગ્રેશન અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવે છે. અલજઝીરાએ અહેવાલ આપ્યો છે કે ટેક્સાસમાં અલ પાસોથી સરહદ પાર સોમવારે મોડી રાત્રે મેક્સિકોના સિઉદાદ જુઆરેઝમાં એક ડિટેંશન ફેસિલિટીમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ઘણા લોકો જીવતા સળગી ગયા હતા.
ઘટના બાદ જે તસવીરો સામે આવી છે તેમાં કેટલીક અડધી બળેલી વૅન અને સંપૂર્ણ રીતે દાઝી ગયેલા લોકો જોવા મળી રહ્યા છે. એક તરફ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો પીડિતોને બચાવવામાં લાગેલી છે તો બીજી તરફ મૃતકોના મૃતદેહને એકત્ર કરવામાં આવી રહ્યા છે. મોડી રાત સુધી અનેક મૃતદેહોને મોર્ચરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પરિણીતિ ચોપરા અને AAP નેતા રાઘવ ચડ્ઢાના સંબંધ પર લાગી મહોર, જુઓ આ ટ્વિટ
પોલીસના જણાવ્યા અનુસાર આગમાં દાઝી ગયેલા કેટલાક લોકોની હાલત હજુ પણ ગંભીર છે. તેથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. સારવારમાં મદદ માટે અમેરિકન ડોક્ટરોની ટીમ પણ પહોંચી ગઈ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે લગભગ 71 સ્થળાંતર કરનારાઓને કેન્દ્રમાં લાવવામાં આવ્યા પછી તરત જ આ ઘટના બની હતી. આ ઘટનામાં મોટાભાગના મૃતકો વેનેઝુએલાના છે.
જ્યારે મેક્સિકોમાં રાત હોય છે, ત્યારે ભારત અને તેના પડોશી દેશોમાં દિવસ હોય છે.