પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ, ઈસ્લામાબાદ કોર્ટ પાસેથી ઝડપાયા

09 May, 2023 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન(Imran khan Arrested)ની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને પાક રેંજર્સ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ...

ઈમરાન ખાન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન(Imran khan Arrested)ની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને પાક રેંજર્સ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈ કોર્ટની બહાર પકડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહી પાકિસ્તાન રેંજર્સે કરી હોવાનું જણાઈ રહ્યું છે. ઈમરાન ખાન જ્યારે અલ કાદિર ટ્રસ્ટ મામલે કોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતાં, એવામાં પાક રેંજર્સે ઈમરાનને પોતાની ઝડપમાં લઈ લીધા. 

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પૂછ્યું- તમારી ધરપકડ કેમ કરવામાં આવી?

કેસ બાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમિર ફારુકે ગૃહ મંત્રાલયના સચિવ અને ઈસ્લામાબાદના પોલીસ વડાને સમન્સ પાઠવ્યા હતા. તેણે દરેકને 15 મિનિટમાં કોર્ટમાં હાજર થવા કહ્યું. જસ્ટિસ ફારુકે કહ્યું કે જો પોલીસ વડા કોર્ટમાં હાજર નહીં થાય તો અમે પાકિસ્તાનના વડાપ્રધાનને અહીં બોલાવીશું. તમે કહો કે કયા કેસમાં અને શા માટે ઈમરાનની ધરપકડ કરવામાં આવી?

ધરપકડ બાદ વિસ્તારમાં તણાવ

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વકીલ ફૈઝલ ચૌધરીએ આ વાતની પુષ્ટિ કરી છે. બીજી તરફ પીટીઆઈ નેતા મુસરરત ચીમાએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે તેઓ ઈમરાન ખાનને મારી રહ્યા છે. તેઓએ ઈમરાન સાહેબ સાથે કંઈક કર્યું છે. મળતી માહિતી મુજબ ઈમરાનની ધરપકડ બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. કોર્ટની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનના વકીલ અને સમર્થકો સાથે પણ મારપીટ કરવામાં આવી છે.

ઈમરાને ધરપકડ પહેલા શું કહ્યું અને પછી પાર્ટીએ શું કહ્યું?

ધરપકડ પહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને કહ્યું હતું કે મારી વિરુદ્ધ કોઈ કેસ નથી. તેઓ મને જેલમાં નાખવા માગે છે, હું તેના માટે તૈયાર છું. આ પછી સમાચાર આવ્યા કે ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. આ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ ટ્વિટ કર્યું છે કે પાકિસ્તાન રેન્જર્સે PTI પ્રમુખ ઈમરાન ખાનનું અપહરણ કર્યું છે. રેંજર્સે ઈમરાનને ધક્કો માર્યો. આ ઝપાઝપીમાં તે ઘાયલ થયા હતા.

 

શું છે અલ-કાદિર ટ્રસ્ટ કેસ?

આ યુનિવર્સિટીનો મામલો છે. આરોપ છે કે ઈમરાને વડાપ્રધાન તરીકે ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની જમીન આપી હતી. આ વાતનો ખુલાસો પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિત્વ મલિક રિયાઝે કર્યો છે. તેણે આરોપ લગાવ્યો હતો કે ઈમરાન અને તેની પત્નીએ તેમની ધરપકડના નામે ધમકી આપીને તેમના નામે અબજો રૂપિયાની જમીન મેળવી લીધી હતી. બાદમાં રિયાઝ અને તેની પુત્રીનો ઓડિયો પણ લીક થયો હતો. જેમાં ઈમરાનની પત્ની બુશરા બીબી પાસેથી પાંચ કેરેટની હીરાની વીંટી માંગવાનો મામલો સામે આવ્યો હતો.

 

 

 

 

world news imran khan pakistan islamabad international news