midday

જેલમાં `Sex Slave` બનવા મજબૂર કરવામાં આવી, ઇઝરાઇલી મહિલા ગાર્ડનો આરોપ

01 August, 2022 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનેક વર્ષોથી ઇઝરાઇલી મીડિયામાં આ રિપૉર્ટ્સ હતા કે જિલબોઆ જેલમાં મહિલા ગાર્ડ્સનું કેદી શોષણ કરે છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ઇઝરાઇલના વડાપ્રધાને રવિવારે મહત્તમ સુરક્ષાવાળી જેલની પૂર્વ મહિલા ગાર્ડના તે આરોપોની તપાસ કરવાનો વાયદો કર્યો, જેમાં મહિલાએ આરોપ મૂક્યા હતા કે તેને તેના વરિષ્ઠ અધિકારીઓએ `સેક્સ સ્લેવ`ની જેમ કામ કરવા મજબૂર કરી અને ફલિસ્તીની કેદીઓએ તેનો અનેકવાર બળાત્કાર કર્યો છે. અનેક વર્ષોથી ઇઝરાઇલી મીડિયામાં આ રિપૉર્ટ્સ હતા કે જિલબોઆ જેલમાં મહિલા ગાર્ડ્સનું કેદી શોષણ કરે છે.

આ જેલ પ્રબંધન ગયા વર્ષે તપાસના ઘેરાવામાં આવી ગયું જ્યારે 6 ફલિસ્તીની કેદી જિલબોઆની જેલમાંથી સુરંગ બનાવીને ડ્રેનેજ સિસ્ટમ દ્વારા ભાગી ગયા. ગયા વર્ષે આ જેલને લઈને અનેક ખુલાસા થયા છે, જેમાંથી કેટલાક ઇઝરાઇલી મીડિયા જિલબોઆને `દેહ-વેપાર`નો અડ્ડો જણાવે છે. સાથે જ એવા અનેક રિપૉર્ટ સામે આવ્યા છે જ્યાં પુરુષ સુપરવાઇઝર મહિલા ગાર્ડ્સને આવી સ્થિતિમાં કામ કરવા માટે મજબૂર કરે છે જ્યાં કેદી તેમનું સરળતાથી શોષણ કરે છે.

પણ ગયા અઠવાડિયે એક મહિલાએ પોતાને જિલબોઆની પૂર્વ ગાર્ડ જણાવતતા નામ ન જણાવવાની શરતે ઑનલાઈ ગવાહી આપી કે ફલિસ્તીની કેદીઓએ તેનો અનેકવાર બળાત્કાર કર્યો.

તેણે કહ્યું, તેને વરિષ્ઠ અધિકારીઓએ `તેને સોંપી દીધી હતી.` અને પછી તે તેમની `પર્સનલ સેક્સ સ્લેવ બની ગઈ.` તેણે કહ્યું, "હું નથી ઇચ્છતી કે મારો બળાત્કાર થાય, અને વારંવાર મારા શરીરની મર્યાદા તોડવામાં આવે."

મહિલાની વકીલ કેરેન બારકે ઇઝરાઇલની ચેનલ 12 પર આપવામાં આવેલી આ સાક્ષીની પુષ્ઠિ કરી અને કહ્યું કે તેમની ક્લાઇંટને આ ઘટના બાદ માનસિક મદદની જરૂર છે.

આ ઘટનાક્રમો પર ઇઝરાઈલના વડાપ્રધાન યાઇર લેપિડે (Yair Lapid) પોતાની કેબિનેટને રવિવારે કહ્યું, "આ સહન નહીં કરવામાં આવે કે એક સૈનિકને તેની સેવા દરમિયાન આતંકવાદી બળાત્કાર કરે."

લેપિડે કહ્યું કે, "આની તપાસ તો થશે જ, અમે એ પણ નક્કી કરીશું કે સૈનિકને મદદ મળે."

international news israel sexual crime Crime News crime branch