૫૮ અફેર અને કરોડોની લાંચ બદલ સુંદર ગવર્નરને ૧૩ વર્ષની સજા

21 September, 2024 10:38 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

બાવીસ વર્ષની ઉંમરે ઝોંગ યાંગ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયાં હતાં.

ઝોંગ યાંગ

ચીનમાં એક મહિલા સરકારી અધિકારીનું વિચિત્ર કૌભાંડ ખૂલ્યું છે. ઝોંગ યાંગ નામની બાવન વર્ષની મહિલા અધિકારી એટલીબધી સુંદર છે કે તે ‘બ્યુટિફુલ ગવર્નર’ તરીકે ઓળખાય છે. ગુઇઝોઉ રાજ્યના કિયાનન પુએઇ અને મિયાઓ સ્વતંત્ર પ્રીફેક્ચરમાં ગવર્નર અને ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત યાંગને એપ્રિલ ૨૦૨૩માં હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યાં હતાં. તેમની સામે આરોપ હતો કે તેમણે હાથ નીચેના કર્મચારીઓ સાથે સંબંધ બાંધ્યો હતો. હમણાં એવી સ્ફોટક માહિતી બહાર આવી છે કે યાંગે હાથ નીચેના ૫૮ કર્મચારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમણે ૬૦ મિળ્યન યુઆન એટલે કે ૭૧ કરોડ રૂપિયાની લાંચ પણ લીધી હતી. આ આરોપો સામે યાંગને ૧૩ વર્ષની સજા થઈ છે. બાવીસ વર્ષની ઉંમરે ઝોંગ યાંગ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયાં હતાં. પછી નૅશનલ પીપલ્સ કૉન્ગ્રેસમાં ડેપ્યુટી તરીકે હોદ્દો પણ સંભાળ્યો હતો.

china international news world news offbeat news