31 July, 2024 03:10 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પના અસેસિનેશનના પ્રયાસનો આઇકૉનિક ફોટો
માર્ક ઝકરબર્ગના ફેસબુકે ભૂલ સ્વીકારી છે કે એણે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના અસેસિનેશનના પ્રયાસનો આઇકૉનિક ફોટો સેન્સર કર્યો હતો. ઘણા યુઝરે ફેસબુક પર આ ફોટો શૅર કર્યો હતો, પરંતુ એને સેન્સર કરવામાં આવ્યો હતો. આ ફોટો અપલોડ કરનાર યુઝરને ખોટી માહિતી ફેલાવવા બદલ ચેતવણી આપવામાં આવી હતી તેમ જ તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરવાનું કહેવામાં આવી રહ્યું હતું. ફેસબુકે એની આ ભૂલ સ્વીકારી છે કે એણે આ ફોટોને સેન્સર કર્યો હતો. જોકે એનાથી આ ફોટો ભૂલમાં સેન્સર થયો હતો. ડોનલ્ડ ટ્રમ્પના અસેસિનેશનનો જે આઇકૉનિક ફોટો છે એને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી એડિટ કરવામાં આવ્યો હતો. એમાં સીક્રેટ સર્વિસનો એક મેમ્બર હસતો દેખાડવામાં આવ્યો હતો. ફેસબુકે આ ફોટો સેન્સર કર્યો હતો, પરંતુ એને બદલે ઓરિજિનલ ફોટો સેન્સર થઈ ગયો હતો.