01 February, 2024 10:11 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
ઈમરાન ખાન
ઇસ્લામાબાદ (પી.ટી.આઇ.) : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમનાં પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં ૧૪ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે. અમુક ગોપનીય સીક્રેટ સરકાવવા બદલ ૧૦ વર્ષની જેલની સજાના બીજા જ દિવસે ઇમરાન ખાનને આ સાથે વધુ એક ફટકો પડ્યો છે. પાકિસ્તાનમાં આઠમી ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પૂર્વે આ ચુકાદાએ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ૭૧ વર્ષના ઇમરાન ખાનની મુશ્કેલી વધારી છે. ભ્રષ્ટાચારના અન્ય એક કેસમાં ઇમરાન ખાન ત્રણ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. ઇમરાન ખાનનો પક્ષ તહરીક-એ-ઇન્સાફ ચૂંટણી પૂર્વે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, કેમ કે તેને ચૂંટણીનું પ્રતીક (ક્રિકેટ બૅટ) આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.