ડોનલ્ડ ટ્રમ્પ પર થયેલા ગોળીબાર બાદ ફ્લાઇંગ આર્મર સૂટ બનાવશે ઇલૉન મસ્ક

16 July, 2024 02:55 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં રૅલી દરમ્યાન ડોનલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો.

ઇલૉન મસ્ક

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર થયેલા અટૅક બાદ ઇલૉન મસ્ક હવે ફ્લાઇંગ મેટલ સૂટ બનાવશે. અમેરિકામાં રૅલી દરમ્યાન ડોનલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો. ઇલૉન મસ્કે કહ્યું હતું કે તેમના પર છેલ્લા ૮ મહિનામાં બે વાર હુમલાની કોશિશ થઈ છે એથી સોશ્યલ મીડિયા પર તેને પણ સિક્યૉરિટી વધારી દેવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિશે ઇલૉન મસ્કે ટ્વીટ કર્યું કે ‘હવે એવું લાગી રહ્યું છે કે ફ્લાઇંગ મેટલ સૂટ બખ્તર બનાવવાનો સમય આવી ગયો છે.’ ઇલૉન મસ્કનો સંકેત હૉલીવુડની ફિલ્મ ‘આયર્ન મૅન’ના સૂટ વિશે હતો. આયર્ન મૅનનું પાત્ર રૉબર્ટ ડાઉની જુનિયરે ભજવ્યું છે અને એ પાત્ર ઇલૉન મસ્ક પરથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

elon musk donald trump international news life masala iron man washington