ઇલૉન મસ્કની ટ્રાન્સજેન્ડર દીકરીએ કહ્યું, ‘પપ્પા, તમે રીઢા વ્યભિચારી છો’

14 August, 2024 03:43 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૨૦ વર્ષની વિવિયન વિલ્સન ૨૦૨૨માં ટ્રાન્સજેન્ડર તરીકે સામે આવી હતી અને કાયદાકીય રીતે પોતાનું નામ ઝેવિયરથી બદલીને વિવિયન રાખ્યું હતું.

ઇલૉન મસ્ક અને ટ્રાન્સજેન્ડર દીકરી વિવિયન જેના વિલ્સન

અમેરિકાના સૌથી ધનિકોમાં સ્થાન ધરાવતા ટેસ્લા, ઍક્સ સહિત કેટલીય કંપનીના માલિક ઇલૉન મસ્ક પ્રસિદ્ધિનાં ઊંચાં શિખર પર બિરાજ્યા છે, પરંતુ તેમની પારિવારિક સ્થિતિ અત્યંત ડામાડોળ છે. ટ્રાન્સજેન્ડર દીકરી વિવિયન જેના વિલ્સન અને મસ્ક વચ્ચે વિવાદ અને અંતર વધી રહ્યું છે. વિવિયને એક ઇન્ટરવ્યુમાં પિતા ઇલૉન મસ્ક વિશે ઝેર ઓક્યું છે. તેણે પિતાને સંબોધીને લખ્યું છે કે ‘તમે ફૅમિલીમૅન નથી, પણ એક રીઢા વ્યભિચારી છો. સંતાનો વિશે ખોટું બોલો છો. બુક્સ અને સોશ્યલ મીડિયામાં મારા વિશે જૂઠાણું ચલાવો છે. તમે પોતે સંતાનોની સંભાળ રાખતા હોવાનો દેખાડો કરીને પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છો.’ પોતાના નામની અટકમાંથી મસ્કનો ત્યાગ કરનારી વિવિયને પિતાના ધર્મ વિશે આક્ષેપ કરતાં લખ્યું છે કે ‘તમે ખ્રિસ્તી પણ નથી અને મને યાદ છે ત્યાં સુધી તમે ક્યારેય ચર્ચમાં પગ સુધ્ધાં મૂક્યો નથી.’ ૨૦ વર્ષની વિવિયન વિલ્સન ૨૦૨૨માં ટ્રાન્સજેન્ડર તરીકે સામે આવી હતી અને કાયદાકીય રીતે પોતાનું નામ ઝેવિયરથી બદલીને વિવિયન રાખ્યું હતું. આની સામે મસ્કે લિંગપરિવર્તન વિશે પોતાનો અણગમો વ્યક્ત કર્યો હતો.

elon musk international news life masala washington united states of america