ઇલૉન મસ્ક ટ્‍વિટરના સીઈઓનું પદ છોડવા તૈયાર, પણ એક શરત રાખી

22 December, 2022 11:06 AM IST  |  San Francisco | Gujarati Mid-day Correspondent

મસ્કે ટ્‍વિટર પર એક પૉલમાં સવાલ કર્યો હતો કે તેણે ટ્‍વિટરના વડા તરીકે રાજીનામું આપવું જોઈએ કે નહીં

ઈલોન મસ્ક (ફાઇલ તસવીર)

સૅન ફ્રાન્સિસ્કો : ઇલૉન મસ્કે મંગળવારે ટ્વિટરના સીઈઓ તરીકેના પદ પરથી રાજીનામું આપવાની વાત કહી હતી. જોકે એમાં પણ એક ટ્‍વિસ્ટ છે.  મસ્કે ટ્‍વિટર પર લખ્યું હતું કે ‘મને આ કામની જવાબદારી સંભાળવા માટે કોઈ મૂરખ મળશે કે તરત હું સીઈઓ પદેથી રાજીનામું આપી દઈશ. એના પછી હું માત્ર સૉફ્ટવેર અને સર્વર ટીમોને ચલાવીશ.’ મસ્કે ટ્‍વિટર પર એક પૉલમાં સવાલ કર્યો હતો કે તેણે ટ્‍વિટરના વડા તરીકે રાજીનામું આપવું જોઈએ કે નહીં? આ પૉલમાં ૫૭.૫ ટકા લોકોએ જવાબમાં હા પાડી હતી. મસ્કે એમ પણ જણાવ્યું હતું કે તેને ટ્‍વિટરના પૉલની વિશ્વસનીયતા પર શંકા છે. તેમના કહેવાનો અર્થ એ છે કે ફેક અકાઉન્ટ્સની અસર આ પૉલના રિઝલ્ટ પર થઈ હોઈ શકે છે.

international news twitter elon musk san francisco