14 July, 2024 10:34 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયા બાદ તેઓ લોહીલુહાણ થયા હતા (તસવીર સૌજન્ય (ગુજરાતી મિડ-ડે)
અમેરિકામાં આગામી સમયમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી માટે જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રચારની વચ્ચે ભારતીય સમય મુજબ આજે 14 જુલાઈએ વહેલી સવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના વડા ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump Shooting) પર પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. એક હુમલાખોરે ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો. જો કે ટ્રમ્પ આ ગોળીબારમાં બચી ગયા હતા અને તેમના કાન પર ઇજા થઈ હતી. ટ્રમ્પ પર હુમલો કરનાર હુમલાખોરને ત્યાં જ મારી દેવામાં આવ્યો હતો.
રેલીમાં બનેલી આ ઘટના પર હવે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું "હું યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ (Donald Trump Shooting) અને તમામ કાયદા અમલીકરણ એજન્સીઓનો પેન્સિલવેનિયામાં થયેલા ગોળીબાર વખતે ઝડપી પ્રતિસાદ આપવા બદલ આભાર માનું છું. સૌથી અગત્યનું કે હું રેલીમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવાર પ્રત્યે અને ગંભીર રીતે ઘાયલ અન્ય લોકોના પરિવાર તરફ પણ મારી સંવેદના વ્યક્ત કરું છું.”
ટ્રમ્પે કહ્યું, “આ અવિશ્વસનીય છે કે આપણા દેશમાં આવી ઘટના બની રહી છે. શૂટર વિશે હાલ કંઈ જાણવા મળ્યું નથી. તેને સુરક્ષા કર્મીઓએ ગોળીમારી હતી. મને જે ગોળી વાગી હતી તે મારા જમણા કાનના ઉપરના ભાગમાં વાગી હતી. હું તરત જ જાણતો હતો કે કંઈક ખોટું હતું, કારણ કે મેં ગોળીબારનો અવાજ સાંભળ્યો. (Donald Trump Shooting) મને તરત જ સમજાયું કે ગોળી મારા કાનના ચામડીના આરપાર થઈ ગઈ છે. મને ખૂબ રક્તસ્ત્રાવ થવા લાગ્યો અને પછી મને સમજાયું કે મારી સાથે શું થયું છે. ગોડ બ્લેસ અમેરિકા.”
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાંજે 6:02 વાગ્યે "ગોડ બ્લેસ યુએસએ"ના (Donald Trump Shooting) નારા લગાવવા અને ચૂંટણી પ્રચાર કરવા માટે પેન્સિલવેનિયાના બટલરમાં એક સભા યોજી હતી. આ દરમિયાન તેમના પર ગોળીબાર થયો હતો. આ ઘટનામાં શૂટરે પાંચ ગોળીઓ ચલાવી હતી. ટ્રમ્પેને કાન પર ગોળી વાગતા સિક્રેટ સર્વિસ એજન્ટો તેમની તરફ દોડ્યા અને દરેકને નીચે બેસવા કહ્યું, અને તે બાદ ટ્રમ્પને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ટ્રમ્પના કાનમાંથી લોહી વહી રહ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ગોળીબારને લઈને ભારત સહિત અમેરિકાના અનેક મોટા રાજનેતાઓએ પ્રતિક્રિયા આપી ઘટનાની નિંદા કરી છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Donald Trump Shooting) સહિત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં ટ્રમ્પ જલદીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. આ ઘટનાનો વીડિયો પણ હવે સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ભાષણ દરમિયાન ટ્રમ્પ પર ગોળીબાર કરવામાં આવે છે જેમાં ગોળી તેમના કાન પર વાગે છે.