14 October, 2024 10:31 AM IST | california | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં ચૂંટણી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને ખૂબ જ ભયજનક સમાચાર (Donald Trump News) સામે આવ્યાં છે. છેલ્લા ઘણા સમયથી પૂની હત્યાના કાવતરા ઘડાઈ રહ્યા છે. ટ્રમ્પ પર આ પહેલા પણ બે વખત હત્યાના પ્રયાસ થઈ ચૂક્યા છે. હવે ફરી પાછી તેમની હત્યા કરવાની કોશિશ થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેલિફોર્નિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે રેલી દરમિયાન એક વ્યક્તિએ રેલીમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ અજાણ્યા શખ્સની કારની તપાસ હાથ ધરી હતી.
કાર રજિસ્ટર્ડ નહોતી, અંદરથી મળ્યા ફેક પ્રેસ કાર્ડ, બંદૂક
Donald Trump News: કારની તપાસ કરતાં જ માલૂમ પડ્યું કે આ કાર રજિસ્ટર્ડ નહોતી અને તેમાંથી ફેક પ્રેસ કાર્ડ, ફેક પાસપોર્ટ સહિત એક ગન પણ મળી આવી હતી. આ આરોપીની ઓળખ 49 વર્ષીય વેમ મિલર તરીકે થઈ છે.
હત્યા માટે જ આવ્યો હતો કે કેમ? તપાસ કરી રહી છે પોલીસ
પ્રાપ્ત માહિતી અનુસાર આ આરોપી પાસેથી ઘણી ફે લાઇસન્સ પ્લેટ પણ કબજે કરવામાં આવી છે. આ જ કારણોસર એવી આશંકા છે કે આ વ્યક્તિ ટ્રમ્પ (Donald Trump News)ની હત્યા કરવાના હેતુ સાથે રેલીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે ખરેખર શું એ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે જ આવ્યો હતો કે કેમ?
કોણ છે પકડાયેલો આ આરોપી વેમ મિલર?
જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે વેમ મિલર લાસ વેગાસમાં રહે છે. તેણે 2022માં નેવાડામાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. આ સાથે જ એવી માહિતી મળી છે કે પોલીસ તેને અનેક કેસમાં આ પહેલા પણ દબોચી ચૂકી છે. તાજેતરમાં જ તેને ડોલર 5000ના જામીન આપ્યા બાદ જ છૂટો કરવામાં આવ્યો હતો.
આ મામલે મિલરનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી તે માટે તેણે પોતાની સાથે હથિયાર રાખવાનું શરૂ કર્યું હતું. સાથે જ તેણે કહ્યું કે તે પોતે ગન્સ સાથે નવો છે. વળી તેણે અત્યારસુધી ક્યારેય ફાયરિંગનો પ્રયાસ કર્યો નથી. મિલરની ધરપકડ કરવામાં આવી હતી અને જોન જે. બેનોઈટ ડિટેન્શન સેન્ટરમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર લોડેડ ફાયર આર્મ અને હાય કેપેસિટી મેગેઝિન રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પહેલા થયા હતા હત્યાના પ્રયાસો
આ પહેલા પણ 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં એક ઇલેક્શન રેલી દરમિયાન એક શખ્સે ટ્રમ્પ (Donald Trump News)ને નિશાન બનાવ્યા હતા અને ગોળીબાર કર્યો હતો. ત્યારે તો ટ્રમ્પના જમણા કાનને અડીને ગોળી બહાર આવી હતી. ગયા મહિને જ્યારે ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે પણ ગોળીબાર થયો હતો.