ડૉનાલ્ડ ટ્રમ્પના કેવા દિવસો આવ્યા! મેકડોનાલ્ડ્સમાં ફ્રેન્ચ ફ્રાઇસ બનાવતો વીડિયો વાયરલ

21 October, 2024 10:55 AM IST  |  Pennsylvania | Gujarati Mid-day Online Correspondent

Donald Trump In McDonald`s: ટ્રમ્પ ફિલાડેલ્ફિયાની બહાર મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીની ડ્રાઇવ-થ્રુ વિન્ડોમાંથી તેમના કેટલાક સમર્થકોને ફ્રાઇસ આપતા જોવા મળ્યા

ફાઇલ તસવીર

જેમ જેમ અમેરિકા (United States Of America)માં ચૂંટણીની તારીખ (US President Election 2024) નજીક આવી રહી છે, તેમ તેમ ચૂંટણીની વિવિધ રણનીતિ પણ અપનાવવામાં આવી રહી છે. તાજેતરમાં રિપબ્લિકન પાર્ટી (Republican Party)ના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ફિલાડેલ્ફિયા (Philadelphia)માં અલગ રીતે પ્રચાર કર્યો.

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રવિવારે અચાનક ફિલાડેલ્ફિયામાં આવેલા મેકડોનાલ્ડ્સ (McDonald`s)માં પહોંચી ગયા હતા. જ્યારે ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ (Kamala Harris)એ સમર્થન મેળવવા એટલાન્ટા (Atlanta)માં પૂજામાં ભાગ લીધો હતો.

ડૉનાલ્ડ ટ્રમ્પ મેકડોનાલ્ડ્સ (Donald Trump In McDonald`s)માં ગયા તેના વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર બહુ વાયરલ (Viral Videos) થયા છે. ડૉનાલ્ડ ટ્રમ્પે સફેદ શર્ટ અને લાલ ટાઈ પર કાળો અને પીળો એપ્રોન પહેર્યો હતો અને મેકડોનાલ્ડ્સમાં ફ્રેન્ચ ફ્રાઇસ તળી રહ્યા હતા. આ પછી, ટ્રમ્પ ફિલાડેલ્ફિયાની બહાર મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીની ડ્રાઇવ-થ્રુ વિન્ડોમાંથી તેમના કેટલાક સમર્થકોને ફ્રાઇસ આપતા જોવા મળ્યા હતા.

આ પ્રસંગે ટ્રમ્પે કહ્યું, મને આ કામ ગમે છે. મને અહીં બહુ મજા આવે છે. ‘હું હંમેશા મેકડોનાલ્ડ્સમાં કામ કરવા માંગતો હતો,’ તેમણે તેમના સત્તાવાર એક્સ (અગાઉ ટ્વિટર) અકાઉન્ટ પર પોસ્ટ કરેલા વિડિયોમાં જણાવ્યું હતું.

ડૉનાલ્ડ ટ્રમ્પનો ફ્રાઇસ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે મેકડોનાલ્ડ્સના કર્મચારીઓ સાથે વાત કરવાની સાથે તે ફ્રાઇસ પણ બનાવી રહ્યા છે. આ પછી તેમણે રેસ્ટોરન્ટના ડ્રાઇવ થ્રુમાં લોકોને ભોજન પણ પીરસ્યું. આ દરમિયાન, તેમણે એક પરિવાર સાથે પણ વાત કરી અને તેમને કહ્યું કે, આ માટે કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી, કારણ કે ટ્રમ્પ પોતે તેના માટે ચૂકવણી કરશે. ટ્રમ્પે ઉમેર્યું કે, અહીં ભીડ જુઓ. તેઓ ખૂબ ખુશ છે કારણ કે તેમની પાસે આશા છે. તેમને આશાની જરૂર છે. મેં હવે કમલા કરતાં ૧૫ મિનિટ વધુ કામ કર્યું છે. ટ્રમ્પે ગયા મહિને ઇન્ડિયાના (Indianapolis), પેન્સિલવેનિયા (Pennsylvania)માં એક ઝુંબેશ કાર્યક્રમમાં હેરિસની અગાઉની નોકરીનો સંદર્ભ આપતા કહ્યું હતું કે, હું ફ્રાય કૂક તરીકે કામ કરવા માંગુ છું, તે જોવા માટે કે તે શું છે.

અહેવાલો અનુસાર, ડૉનાલ્ડ ટ્રમ્પની મેકડોનાલ્ડ્સની મુલાકાત કમલા હેરિસના નિવેદનના જવાબમાં આવી છે કે તેઓ કોલેજના દિવસોમાં ફાસ્ટ-ફૂડ ચેઇનમાં કામ કરતા હતા.

બીજી તરફ, કમલા હેરિસે એટલાન્ટામાં તેમના ૬૦માં જન્મદિવસે બે પૂજા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જ્યોર્જિયા (Georgi)ના જોન્સબોરો (Jonesboro)માં ડિવાઈન ફેઈથ મિનિસ્ટ્રીઝ ઈન્ટરનેશનલ (Divine Faith Ministries International)ની મુલાકાત દરમિયાન, પ્રખ્યાત સંગીતકાર સ્ટીવી વંડરે તેમનું હિટ હાયર ગ્રાઉન્ડ અને બોબ માર્લીના રિડેમ્પશન સોંગની આવૃત્તિ રજૂ કરી. આ દરમિયાન તેણે કમલા હેરિસ માટે હેપ્પી બર્થ ડે ગીત પણ ગાયું હતું.

જ્યોર્જિયામાં જનતાને સંબોધતા કમલા હેરિસે કહ્યું કે, અત્યારે આપણા દેશમાં આપણે જે જોઈ રહ્યા છીએ તે એ છે કે કેટલાક લોકો આપણી વચ્ચે વિભાજન ફેલાવવા, ડર ફેલાવવા અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, આ સમયે આપણો દેશ એક મહત્વના વળાંક પર છે અને આપણે ક્યાં જઈશું તે આપણા પર નિર્ભર છે.

અમેરિકામાં ચૂંટણીની તારીખ નજીક આવતા ખરાખરીનો ખેલ જામ્યો છે.

donald trump pennsylvania philadelphia kamala harris us elections united states of america international news world news