05 November, 2024 12:34 PM IST | San Antonio | Gujarati Mid-day Correspondent
સૅન ઍન્ટોનિયામાં દિવાળીની ઉજવણી
જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં ગયા અઠવાડિયે નોખી-અનોખી રીતે દિવાળીની ઉજવણી થઈ, પણ એમાં અમેરિકાનું સૅન ઍન્ટોનિયો થોડું અલગ પડી જાય છે. અહીં આર્નેસન રિવર થિયેટર પાસે અદ્ભુત નઝારો ક્રીએટ થાય છે. છેલ્લાં પંદર વર્ષથી અહીં ઇન્ડિયન થિયેટર અને આર્ટની સાથે ભારતીય તહેવારોની ઉજવણી પણ પરંપરાગત રીતે થાય છે.
આ વખતે રિવરમાં ભારતનાં વિવિધ રાજ્યોના ફ્લોટ્સનું વૉક થયું હતું. ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યો ઉપરાંત કેટલીક થીમ બેઝ્ડ હૉલિડી ફ્લોટ્સ પણ નીકળી હતી.
રાતે નદીના પ્રવાહમાં સેંકડો દીવડા તરતા મૂકવામાં આવ્યા હતા અને ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સના પર્ફોર્મન્સે મિની ભારત ઊભું કરી દીધું હતું.