19 March, 2023 04:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપની ડિઝ્ની ચાર હજાર કર્મચારીઓની છટણી કરવાની યોજના ઘડી રહી છે. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, કંપનીએ પોતાના મેનેજર્સની છટણી કરનારા કર્મચારીઓની ઓળખ આપવાના નિર્દેશ આપ્યા છે. કંપની એપ્રિલમાં આ છટણી કરશે. જો કે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે કર્મચારીઓની છટણી નાના ગ્રુપમાં થશે કે પછી એક સાથે ચાર હજારની નોકરીઓ જશે. ડિઝ્નીની આગામી 3 એપ્રિલના વાર્ષિક બેઠક થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં છટણીની જાહેરાત થઈ શકે છે.
સાત બિલિયન ડૉલર બચાવશે કંપની
ડિઝ્ની પુનઃસંરચના હેઠળ પોતાના બજેટમાં કાપ કરી રહ્યું છે અને આ કારણે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છંટણી કરવામાં આવી રહી છે. એન્ટરટેઈન્મેન્ટ કંપની પોતાના સ્ટ્રીમિંગ સર્વિસ Huluને લઈને પણ વિચાર કરી રહી છે. એવા સમાચાર આવી રહ્યા છે કે કંપની પોતાની સ્ટ્રીમિંગ સર્વિસ બિઝનેસમાં પણ કાપ કરી શકે છે. આ પહેલા કંપનીના સીઈઓ બૉબ ઈગરે ફેબ્રુઆરીના જાહેરાત કરી હતી કે ડિઝ્ની સાત હજાર કર્મચારીઓની છટણી કરશે. આથી કંપની લગભગ સાત બિલિયન ડૉલર બચાવશે. કંપની કેન્ટેન્ટમાં ઘટાડાની સાથે જ કર્મચારીઓની સેલરીમાં પણ કાપ મૂકવાની યોજના બનાવી રહી છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ કરી દિલ્હી પોલીસ ટીમ સાથે મુલાકાત, નોટિસ આપીને માગવામાં આવી માહિતી
મેટામાં પણ મોટા પાયે થશે છટણી
જણાવવાનું કે તાજેતરમાં જ અનેક કંપનીઓએ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. આમાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ફેસબૂકની પેરેન્ટ કંપની મેટાનું નામ પણ સામેલ છે. મેટા લગભગ 10 હજાર કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. આ પહેલા જ મેટાએ લગભગ 11 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. કમ્યુનિકેશન ટેક્નોલૉજી કંપની ઝૂમે પણ પોતાના 15 ટકા કર્મચારીઓને કાઢવાનો પ્લાન ઘડ્યો છે. આ હેઠળ કંપની 1500 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે.