મૂળ ગુજરાતની ધ્રુવી પટેલે પહેર્યો મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો તાજ

20 September, 2024 09:40 PM IST  |  New York | Gujarati Mid-day Online Correspondent

Dhruvi Patel wins Miss India Worldwide 2024: મૂળ ગુજરાતની ધ્રુવી ક્વિનીપિયાક યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ઇન્ફર્મેશન સિસ્ટમની સ્ટુડન્ટ છે.

ધ્રુવી પટેલ (તસવીર: સોશિયલ મીડિયા)

ભારતીય મૂળની અને મૂળ ગુજરાતની 24 વર્ષની ધ્રુવી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો (Dhruvi Patel wins Miss India Worldwide 2024) પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો હોવાના સમાચાર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. ધ્રુવી પટેલ, એક સ્પર્ધાના ઉત્સાહી, મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડમાં ભાગ લીધો જે એક બ્યુટી કોન્ટેસ્ટ છે જે ભારતમાંથી સ્પર્ધકોને આકર્ષિત કરે છે. અન્ય દેશોમાં રહેતા ભારતીય મૂળના સભ્યો વચ્ચે પણ ખૂબ જ પ્રખ્યાત છે. તો ચાલો જાણીએ કોણ છે મૂળ ગુજરાતની ધ્રુવી પટેલ અને તેણે કેવી રીતે જીત્યો મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024 બ્યુટી કોન્ટેસ્ટ.

મૂળ ગુજરાતની એનઆરઆઇ ધ્રુવી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો ખિતાબ જીત્યો છે. આ બ્યુટી બ્યુટી કોન્ટેસ્ટમાં વિનર ધ્રુવી પટેલને જીતનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ધ્રુવીએ એડિસન, ન્યૂ જર્સીમાં તાજ પહેરાવ્યા પછી કહ્યું "મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ જીતવું એ એક અવિશ્વસનીય સન્માન છે. તે એક તાજ કરતાં વધુ છે. તે મારા વારસા, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપવાની તકનું પ્રતિનિધિત્વ કરે છે,".

મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024માં ધ્રુવીને (Dhruvi Patel wins Miss India Worldwide 2024) પ્રથમ તો સુરીનામની લિસા અબ્દોએલહકને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી અને નેધરલેન્ડની માલવિકા શર્માને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. આ સાથે મિસીસ કેટેગરીમાં, ત્રિનિદાદ અને ટોબેગોની સુએન મૌટેટ વિજેતા હતી જેમાં ફર્સ્ટ રનર અપ તરીકે સ્નેહા નામ્બિયાર અને સેકન્ડ રનર અપ તરીકે યુનાઇટેડ કિંગડમની પવનદીપ કૌર એમ વિજેતા બની હતી.

મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024 વિજેતા યુએસએમાંથી ધ્રુવી પટેલ (વચ્ચે), મિસિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024 ફર્સ્ટ રનર અપ ત્રિનિદાદની સુએન મૌટેટ (જમણે), સૌંદર્ય સ્પર્ધા દરમિયાન અન્ય લોકો સાથે ગ્વાડેલુપથી મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ સેકન્ડ રનર અપ સિએરા સુરેત (ડાબે) (તસવીર: PTI)

આ સાથે ટીન એટલે કે કિશોર વયની કેટેગરીમાં ગ્વાડેલુપની સિએરા સુરેતે મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ (Dhruvi Patel wins Miss India Worldwide 2024) તરીકેનો તાજ પહેરાવ્યો હતો, ત્યારબાદ નેધરલેન્ડની શ્રેયા સિંઘ સેકન્ડ રનર અપ તરીકે અને સુરીનામની શ્રદ્ધા ટેડજો સેકન્ડ રનર અપ તરીકે હતી. ધ્રુવી પટેલ ક્વિનીપિયાક યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ઇન્ફર્મેશન સિસ્ટમની સ્ટુડન્ટ છે અને હિન્દી સિનેમા અભિનેતા અને યુનિસેફના એમ્બેસેડર બનવાની આકાંક્ષા સાથે પરોપકારી છે. ધ્રુવીના મોડેલ પ્રોફાઇલ મુજબ, તેણીને લડાઇ રમતો, નૃત્ય, સાયકલિંગ અને જિમિંગમાં નોંધપાત્ર રસ છે તેમ જ ધ્રુવીને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓનું પણ જ્ઞાન છે.

ધ્રુવી પટેલને મિસ ઈન્ડિયા ન્યૂ ઈંગ્લેન્ડ 2023 (Dhruvi Patel wins Miss India Worldwide 2024) તરીકે પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ ઇન્ફલ્યુએન્સર હોવાને કારણે, તે સોશિયલ મીડિયા પર 18 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નું આયોજન ન્યૂયોર્ક સ્થિત ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે, જેની આગેવાની પ્રસિદ્ધ ભારતીય-અમેરિકન નીલમ અને ધર્માત્મા સરન છે, આ વર્ષે તેની 31મી વર્ષગાંઠની ઉજવણી કરતી વિશ્વની ટોચની વંશીય સ્પર્ધાઓમાંની આ સ્પર્ધાને ગણવામાં આવે છે.

miss world social media new york gujarati community news gujarat