23 February, 2023 11:02 AM IST | Tajikistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તુર્કી(Turkey Earthqauke)માં ભૂકંપ આવ્યાં બાદ હવે તાજિકિસ્તાન (Tajikistan Earthqauke)માં પણ વિનાશકારી ભૂકંપના આંચકા અનુભવાયાં છે. ચીની રાજ્ય ટેલિવિઝન સીસીટીવીની રિપોર્ટ અનુસાર ચીનના શિનજિયાંગ વિસ્તારમાં અને તાજિકિસ્તાનની સીમા પાસે ધરતી ધ્રુજી છે. ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.8 નોંધાઈ છે. જોકે, ચીની મીડિયાએ આ આંક 7.2 દર્શાવ્યો છે. ચીની મીડિયા અનુસાર ભૂકંપ સવારે સ્થાનિક સમયાનુસાર આશરે 5:37એ આવ્યો હતો. આ વિનાશકારી ઘટનામાં કેટલાય લોકોના જીવ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ છે કે ભૂકંપના 20 મીનિટ બાદ બે વાર કંપન અનુભવાયું હતું, જે ખુબ જ ભારે હતું.
મળતી માહિતી પ્રમાણે ચીનના સુદૂર પશ્ચિમી શિનજિયાંગ વિસ્તાર નજીક ગુરુવારે તાજિકિસ્તાનમાં ભૂકંપ અનુભવાયો. એપી એજન્સી અનુસાર ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.8 રહી છે. જયારે ચીની મીડિયાનું કહેવું છે કે તેમના વિસ્તારો અને તાજિકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.2 છે. ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનના પશ્ચિમમાં મુર્ગોબમાં હતું. નોંધનીય છે કે વિવિધ એજન્સીઓએ ભૂકંપની તીવ્રતા અલગ અલગ જણાવી છે.