ડ્રોન હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલા જહાજને ઇન્ડિયન નેવીએ કરી મદદ

25 February, 2024 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેડિકલ હેલ્પ પૂરી પાડીને નેવીએ મર્ચન્ટ વેસલની સુરક્ષિતતા માટે તત્પર છે એ દર્શાવીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મેડિકલ હેલ્પ

એડનના અખાતમાં બાવીસમી ફેબ્રુઆરીએ થયેલા ડ્રોન હુમલા પછી ક્ષતિગ્રસ્ત થયેલા પલાઉના મર્ચન્ટ વેસલ એમવી-આઇસલૅન્ડરમાં આગ લાગી હતી. એ પછી વેસલના કૅપ્ટને મદદ માટે તાત્કાલિક સંદેશો મોકલ્યો હતો. આ બાબતની જાણ થતાં ઇન્ડિયન નેવીએ તરત એને મદદ કરી હતી.

ડિફેન્સના જણાવ્યા અનુસાર સંદેશો મળતાં નેવીએ પોતાની એક ડિસ્ટ્રૉયર શિપને એ તરફ વાળી હતી અને મદદ પહોંચાડી હતી. એટલું જ નહીં, એ શિપ પર થયેલા ડ્રોન હુમલાને કારણે જે એક્સપ્લોઝિવ મટીરિયલ હતું એ વધુ ખાનાખરાબી ન સર્જે એ માટે નેવીના એક્સપ્લોઝિવ્સ ઑર્ડનન્સ ડિસ્પોઝલના સ્પેશ્યલિસ્ટ્સે સાવેચેતીપૂર્વક વેસલને સુરક્ષિત કર્યું હતું. એ પછી તેમનો એક ખલાસી હુમલામાં ઘાયલ થયો હતો તેને મેડિકલ હેલ્પ પૂરી પાડીને નેવીએ મર્ચન્ટ વેસલની સુરક્ષિતતા માટે તત્પર છે એ દર્શાવીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

international news indian navy