યુક્રેનનો વિવાદ ઉકેલવા રશિયાને ચીનનો પ્રસ્તાવ

21 March, 2023 11:45 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

પુતિન સામે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ દ્વારા ધરપકડનું વૉરન્ટ બહાર પાડ્યા બાદ તેમની મુલાકાત લેનાર શી જિનપિંગ પહેલા નેતા છે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગઈ કાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગઈ કાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. બન્ને વચ્ચે આર્થિક મામલે પણ ચર્ચાઓ થઈ હતી. વળી પોતે યુક્રેન વિવાદને ઉકેલવા માટે શાંતિનો સંદેશ લઈ ગયા હોવાની વાત પણ ચીને કરી હતી. પુતિન સામે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ દ્વારા ધરપકડનું વૉરન્ટ બહાર પાડ્યા બાદ તેમની મુલાકાત લેનાર શી જિનપિંગ પહેલા નેતા છે. યુક્રેન વિવાદનો અંત લાવવા માટે ચીને મૂકેલા પ્રસ્તાવને પુતિને આવકાર્યો હતો તેમ જ ચીને કરેલા ઝડપી વિકાસની પ્રશંસા કરી હતી. 

international news xi jinping china vladimir putin russia moscow ukraine