ચીને એનું ડિફેન્સ બજેટ વધારીને ૧૮૩૮૫.૩૭ અબજ કર્યું

06 March, 2023 11:52 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીને એના મિલિટરી ખર્ચમાં સળંગ આઠમા વર્ષે વધારો કર્યો છે.

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

બીજિંગ (પી.ટી.આઇ.) : ચીને ગઈ કાલે એનું ડિફેન્સ બજેટ ૭.૨ ટકા વધારીને ૨૨૫ અબજ અમેરિકન ડૉલર (૧૮૩૮૫.૩૭ અબજ રૂપિયા)નું કર્યું છે. ચીને એના મિલિટરી ખર્ચમાં સળંગ આઠમા વર્ષે વધારો કર્યો છે. નોંધપાત્ર છે કે ચીન ભારત અને તાઇવાનની સરહદે ઘર્ષણ કરવાની સ્થિતિ ઊભી કરવાની કોશિશ કરતું રહ્યું છે.

દેશની રબર સ્ટૅમ્પ સંસદ નૅશનલ પીપલ્સ કૉન્ગ્રેસના શરૂઆતના સેશનમાં પોતાનો વર્ક રિપોર્ટ રજૂ કરતાં પ્રીમિયર લી કેકિઆંગે ભારત સાથેની પૂર્વીય લદાખ સીમા પર ઘર્ષણનો સીધો ઉલ્લેખ કર્યા વિના બોર્ડર પર આર્મ્ડ ફોર્સની અચીવમેન્ટ્સ વિશે ખૂબ જણાવ્યું હતું.  

ચીન એની આર્મ્ડ ફોર્સિસ મૉડર્ન બનાવવા માટે સતત ભારે ખર્ચ કરી રહ્યું છે, જે ભારત માટે અત્યંત ચિંતાની બાબત છે. ચીનની હરકતને ધ્યાનમાં રાખીને ભારતે પણ ચીન સાથેની બૉર્ડર પર પૅટ્રોલિંગ વધારી દીધું છે. 

international news china