લૉસ ઍન્જલસની વિનાશક આગ આ બંગલાને ખાખ ન કરી શકી

15 January, 2025 08:52 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

અમેરિકાના લૉસ ઍન્જલસમાં વિનાશક આગથી ૧૨,૦૦૦થી વધારે સંપત્તિઓ ભસ્મીભૂત થઈ ગઈ છે, માલિબુમાં પણ ઘરો નષ્ટ થયાં છે

બંગલો પથ્થર અને ફાયરપ્રૂફ મટીરિયલમાંથી તૈયાર થયો હતો, ઘરમાલિક એને ચમત્કાર ગણાવે છે

અમેરિકાના લૉસ ઍન્જલસમાં વિનાશક આગથી ૧૨,૦૦૦થી વધારે સંપત્તિઓ ભસ્મીભૂત થઈ ગઈ છે, માલિબુમાં પણ ઘરો નષ્ટ થયાં છે; પણ આટલી વિનાશક આગમાં એક બંગલો અડીખમ ઊભો છે અને એને ઊની આંચ આવી નથી. ૯૦ લાખ ડૉલર (૭૭ કરોડ રૂપિયા)નો આ બંગલો વેસ્ટ-મૅનેજમેન્ટ કંપનીના રિટાયર્ડ એક્ઝિક્યુટિવ ડેવિડ સ્ટેઇનરનો છે. આ બંગલો આગથી બચી ગયો એને તે ચમત્કાર માને છે, પણ ત્રણ માળનો આ બંગલો એના બાંધકામમાં વાપરવામાં આવેલા મટીરિયલને કારણે બચી ગયો છે. અમેરિકામાં મોટા ભાગનાં મકાનો લાકડામાંથી બનાવવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં ભૂકંપ, તોફાનો, ચક્રવાત અને ટૉર્નેડો આવતાં હોય છે. વળી અહીં લાકડું સહેલાઈથી ઉપલબ્ધ છે.

જો કે આ બંગલો પ્લાસ્ટર-બેઝ્ડ કન્સ્ટ્રક્શન મટીરિયલ સ્ટુકો તથા પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે અને એ આગ પકડતું નથી. એની છત બનાવવામાં ફાયરપ્રૂફ મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાને કારણે આગમાં એ સલામત રહ્યું હતું. આ બંગલાની આસપાસના તમામ બંગલા ભસ્મીભૂત થયા છે.

los angeles california fire incident internaional news news world news united states of america