21 January, 2023 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઋષિ સુનક
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક(British PM Rishi Sunak)ને પોલીસે સીટ બેલ્ટ નહીં પહેરવા મામલે દંડ ફટકાર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવતા સમયે ચાલતી કારમાં છેલ્લી સીટ પર બેઠા હતાં અને સીટ બેલ્ટ બાંધ્યો નહોતો. જોકે, આ મામલે તેઓ માફી માંગી ચુક્યા છે, પરંતુ લંકાશાયર પોલીસે તેમને દંડ ફટકાર્યો છે.
પોલીસે કહ્યું કે તેમણે લંડનમાં એક 42 વર્ષીય વ્યક્તિને સીટ બેલ્ટ નહીં બાંધવા પર નિશ્ચિત દંડ સાથે નોટિસ જારી કરી છે. બ્રિટેનમાં સીટ બેલ્ટ નહીં પહેરવા પર 100 પાઉન્ડ(10,032)નો દંડ નિર્ધારિત છે.
લંકાશાયર પોલીસે કહ્યું કે આ મામલા વિશે તેમને ગુરુવારે જાણ થઈ હતી જ્યારે ઋષિ સુનકે ઉત્તર-પશ્ચિમ ઈંગ્લેન્ડમાં ગાડી ચલાવતી વખતે વીડિયો બનાવવા પોતાની સીટ બેલ્ટ હટાવવા માટે માફી માંગી હતી. ઋષિ સુનકના ડાઉનિંગ સ્ટ્રીટ (પ્રધાનમંત્રી કાર્યાલય)ના પ્રવક્તાએ કહ્યું કે તેમણે માત્ર થોડી વાર માટે જ સીટ બેલ્ટ હટાવ્યો હતો અને તેમણે સ્વીકાર્યુ પણ છે કે તેમનાથી ભૂલ થઈ છે. આ ભૂલ માટે તેમણે માફી માંગી છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે વડાપ્રધાનનું માનવું છે કે બધાએ સીટ બેલ્ટ પહેરવો જ જોઈએ.
આ પણ વાંચો: સુનકે પીએમ મોદીને સપોર્ટ આપ્યો, પાકિસ્તાન મૂળના સંસદસભ્યને આપ્યો જોરદાર જવાબ
બ્રિટનમાં કારમાં સીટ બેલ્ટ ન બાંધવા પર 100 પાઉન્ડના તાત્કાલિક દંડની જોગવાઈ છે. જો મામલો અદાલતમાં પહોંચે તો આ દંડની રકમ વઝીને 500 પાઉન્ડ સુધી પહોંચે છે. વૈદ્ય ચિકિત્સાને કારણે કેટલીક વાર સીટ બેલ્ટ પર છૂટ આપવામાં આવે છે.
ઋષિ સુનક દેશભરમાં 100થી અધિક પરિયોજનાઓને રાશિ પુરી પાડવા માટે લેવલિંગ અપ કાંડની ઘોષણા કરવા માટે વીડિયો બનાવતાં હતાં. વીડિયોમાં તેમની કાર આસપાસ મોટરસાયકલ પર સવાર પોલીસ કર્મી જોવા મળી રહ્યાં છે.