13 February, 2024 09:38 AM IST | Abu dhabi | Gujarati Mid-day Correspondent
બાપ્સ હિન્દુ મંદિર
અબુ ધાબીમાં વસંત પંચમીએ ભવ્ય હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ગઈ કાલે આ મંદિરની ભવ્યતાની ઝાંકી કરાવતી કેટલીક તસવીરો જોવા મળી હતી, જે ‘મિડ-ડે’ તેના વાચકો માટે લઈ આવ્યું છે. બીએપીએસ હિન્દુ મંદિરમાં રવિવારે વિશ્વ સંવાદિતા યજ્ઞમાં હજારો ભક્તો ઉલ્લાસભેર જોડાયા હતા. મંદિરના આવતી કાલે થનાર ઐતિહાસિક ઉદ્ઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમોની વિશિષ્ટ શૃંખલા – ‘ફેસ્ટિવલ ઑફ હાર્મની’ અંતર્ગત આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં વરસાદ હોવા છતાં યજ્ઞમાં સૌ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ તસવીરો જ બયાં કરે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું ઉદ્ઘાટન થવાનું છે એ મંદિર વિશ્વભરને મંત્રમુગ્ધ કરી નાખશે.