26 August, 2024 02:01 PM IST | Karachi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચ વિદ્રોહીઓએ ફરી એકવખત હિંસાચાર કરવા માટે જોરદાર હુમલો કર્યો છે. બલૂચ નેતા નવાબ બુગતીની પુણ્યતિથિ પર, આ વિદ્રોહીઓએ 23 જેટલા પાકિસ્તાની નાગરિકોને ટ્રકો (Balochistan Militants Killed 23 Pakistani) અને બસોમાંથી બહાર કાઢી તેમની ગોળી મારીને હત્યા કરવાની ઘટના બની છે. આ અંગે માહિતી સામે આવી છે કે બલૂચ લિબરેશન આર્મીના સશસ્ત્ર સભ્યોએ આ વાહનોને રોકી લોકોના આઇડી કાર્ડ તપાસી તેમાંથી પંજાબી મૂળના લોકોને અલગ કરી તેમની હત્યા કરી નાખી. એક અહેવાલ મુજબ માર્યા ગયેલા તમામ લોકો પંજાબ પ્રાંતના હતા. આ ઘટના મુસાખૈલ જિલ્લામાં બની હતી. BLAએ એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે માર્યા ગયેલા લોકોની સંખ્યા 62 છે. BLAએ કહ્યું કે આ લોકો સામાન્ય લોકોના વસ્ત્રો પહેરેલા પાકિસ્તાની સૈનિકો હતા અને તેમણે 10 વાહનોને આગ પણ લગાવી દીધી હતી.
પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં (Balochistan Militants Killed 23 Pakistani) અજાણ્યા બંદૂકધારીઓએ મુસાફરોને બસમાંથી ઉતારીને તેમના ઓળખ કાર્ડની તપાસ કરીને ઓછામાં ઓછા 23 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. સોમવારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બલૂચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં બની હતી. `ડૉન` અખબાર અનુસાર, મુસાખેલના આસિસ્ટન્ટ કમિશનર નજીબ કાકરે જણાવ્યું હતું કે સશસ્ત્ર માણસોએ રારાશમ વિસ્તારમાં આંતર-પ્રાંતીય હાઈવે બ્લૉક કરી દીધો હતો અને મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. મૃતકોની ઓળખ પંજાબ પ્રાંતના રહેવાસી તરીકે થઈ છે.
હથિયાર સાથે આવેલા આ લોકોએ 10 વાહનોને આગ લગાવી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન સરફરાઝ બુગતીએ આ આતંકવાદની (Balochistan Militants Killed 23 Pakistani) ઘટનાની સખત નિંદા કરી છે. તેમણે આતંકવાદના કાયરતાપૂર્ણ કૃત્યમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. બુગતીએ કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સમર્થકો બચશે નહીં. બલૂચિસ્તાન સરકાર આતંકવાદીઓને પકડશે. મુસાખેલમાં હુમલાના લગભગ ચાર મહિના પહેલા પંજાબના લોકોને નિશાન બનાવીને આવો જ એક હુમલો કરવામાં આવ્યો હતો.
એપ્રિલમાં, નોશકી નજીક નવ મુસાફરોને બસમાંથી ઉતારવામાં આવ્યા હતા અને તેમના ઓળખ કાર્ડ જોયા પછી બંદૂકધારીઓએ તેમની હત્યા કરી હતી. BLAએ દાવો કર્યો છે કે તેણે તેના ઓપરેશન હેરોફ હેઠળ 62 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓને માર્યા છે. તેમણે કહ્યું કે આ ઓપરેશન સમગ્ર બલૂચિસ્તાનમાં ચલાવવામાં આવી રહ્યું છે. આ માર્યા ગયેલા પાકિસ્તાની (Balochistan Militants Killed 23 Pakistani) સુરક્ષાકર્મીઓ નાગરિકોના પોશાક પહેરીને બસમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેથી જ તેમની ઓળખ કરીને હત્યા કરવામાં આવી હતી. બલોચે રેલવે બ્રિજને પણ ઉડાવી દેવાયો છે. તમને જણાવી દઈએ કે બલૂચે આ હુમલો તેમના નેતા નવાબ બુગતીની યાદમાં કર્યો છે, જેને તાનાશાહ પરવેઝ મુશર્રફ દ્વારા મિસાઈલ હુમલામાં માર્યા ગયા હતા.