26 December, 2024 12:42 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
બાલ્ડ ઈગલ
છેલ્લાં ૨૪૦ વર્ષથી અમેરિકામાં શક્તિના પ્રતીક મનાતા શક્તિશાળી પક્ષી બાલ્ડ ઈગલને મંગળવારે રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું છે. કૉન્ગ્રેસે મોકલેલા આશરે પચાસ જેટલા વિધેયકો પર વર્તમાન પ્રેસિડન્ટ જો બાઇડને ક્રિસમસ પહેલાં મંગળવારે હસ્તાક્ષર કર્યા હોવાથી બાલ્ડ ઈગલને અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે માન્યતા મળી છે. એવું માનવામાં આવે છે કે દશકોથી શક્તિના પ્રતીક મનાતા સફેદ માથું, પીળી ચાંચ અને ભૂરો રંગ ધરાવતા આ પક્ષીને લાંબી પ્રતીક્ષા પછી અપેક્ષિત સન્માન મળ્યું છે. આ પક્ષીને ૧૭૮૨થી અમેરિકાના સત્તાવાર પ્રતીક તરીકેનું સ્થાન મળ્યું હતું, પણ એ સત્તાવાર રીતે રાષ્ટ્રીય પક્ષી નહોતું.