26 December, 2024 12:47 PM IST | Kazakhstan | Gujarati Mid-day Correspondent
ક્રૅશ થયેલું પ્લેન
અઝરબૈજાન ઍરલાઇન્સનું બાકુથી ગ્રોન્ઝી શહેર તરફ જઈ રહેલું એક વિમાન કઝાખસ્તાનના અક્તાઉ ઍરપોર્ટ પાસે ગઈ કાલે ક્રૅશ થયું હતું. વિમાન પડતાં પહેલાં આગના ગોળામાં ફેરવાયું હતું અને એના બે ટુકડા થઈ ગયા હતા. આ વિમાનમાં ૬૨ પ્રવાસી અને પાંચ ક્રૂ મેમ્બર સહિત ૬૭ લોકો હતા અને એમાંથી ૨૮ પ્રવાસી બચી ગયા હોવાનું જાણવા મળે છે. આશરે ૩૯ લોકોનાં મૃત્યુ થયાં છે.
તૂટી પડેલા પ્લેનમાંથી બહાર નીકળતા બચી ગયેલા લોકો
આ વિમાનમાં ૩૭ પ્રવાસી અઝરબૈજાનના, ૧૬ રશિયાના, ૬ કઝાખસ્તાનના અને ૩ કિર્ગીઝસ્તાનના હતા. પક્ષી ટકરાઈ જવાના કારણે આ વિમાન-દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.