18 October, 2023 03:57 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગાઝાની અલ અહલી હૉસ્પિટલ (Attack on Gaza Hospital) પર થયેલા હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે આ મામલામાં જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં. મંગળવારે (17 ઑક્ટોબર 2023) ગાઝાની અલ-અહલી હૉસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં લગભગ 500 નાગરિકોના મોત થયા છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિક્રિયા આપતા, “આ યુદ્ધમાં નાગરિકોનું નુકસાન ગંભીર ચિંતાનો વિષય છે. આ હુમલા માટે જવાબદાર લોકોને બક્ષવામાં નહીં આવે.”
શું છે સમગ્ર મામલો?
ઇઝરાયેલ અને હમાસ (Israel and Hamas) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને વચ્ચે લડાઈ ચાલી રહી છે. ઈઝરાયેલ ગાઝા પર હવાઈ હુમલો કરી રહ્યું છે અને તેના ભૂમિ દળોએ પણ ઉત્તરી ગાઝા પર હુમલો કર્યો છે અને ત્યાં રહેતા લોકોને તે જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન, તેમણે અહીં સ્થિત આ હૉસ્પિટલ ખાલી કરવાની ચેતવણી આપી હતી.
મંગળવારે મોડી રાત્રે આ હૉસ્પિટલ પર હવાઈ હુમલો થયો છે અને પેલેસ્ટાઈનના હમાસ-નિયંત્રિત સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અહીં રહેતા 500 લોકોનાં મોતનાં સમાચાર છે. ત્યારપછી આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ઈઝરાયેલે હૉસ્પિટલ પર હુમલો કરીને અહીં રહેતા નાગરિકોની હત્યા કરી હતી.
યુએનની ટીકા કરી
યુનાઈટેડ નેશન્સ (United Nations), તેના ટોચના નેતાઓ અને એજન્સીઓએ ગાઝામાં એક હૉસ્પિટલ પર થયેલા હુમલામાં ઘણા નાગરિકોના નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ ઘટનાની સખત નિંદા કરી હતી. યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર પોસ્ટ કરી લખ્યું કે, “ગાઝાની એક હૉસ્પિટલ પરના આજના હુમલામાં સેંકડો પેલેસ્ટિનિયનોના મૃત્યુથી હું ખૂબ જ દુઃખી અને વ્યથિત છું, હું તેની સખત નિંદા કરું છું. મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હૉસ્પિટલો અને તબીબી કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા હેઠળ રક્ષણ મળે છે.”
ઇઝરાયલ-હમાસની નફરત અમેરિકા પહોંચી; મુસ્લિમ બાળકની હત્યા, મહિલા ઘાયલ
અમેરિકામાં ૬ વર્ષના મુસ્લિમ છોકરા પર જીવલેણ હુમલો અને ૩૨ વર્ષની મુસ્લિમ મહિલાને ગંભીર રીતે ઘાયલ કરવાનો આરોપ ૭૧ વર્ષના ઇલિનૉઇ વ્યક્તિ પર છે. તેના પર રવિવારે હૅટ ક્રાઇમનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસનો આરોપ છે કે આરોપીએ પીડિતોને તેમની ઇસ્લામિક આસ્થા અને ઇઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધની પ્રતિક્રિયા તરીકે ઓળખાવ્યા હતા. તાજેતરના દિવસોમાં યુએસનાં શહેરો પોલીસ-વિરોધી અથવા ઇસ્લામોફોબિક લાગણીઓ દ્વારા ચલાવવામાં આવતી હિંસા માટે હાઈ અલર્ટ પર છે. શિકાગો વિસ્તારના કેસમાં અધિકારીઓએ શનિવારે સવારે મહિલા અને છોકરાને શિકાગોથી લગભગ ૬૫ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં પ્લેનફીલ્ડ ટાઉનશિપના એક ઘરમાંથી શોધી કાઢ્યાં હતાં. છોકરાને હૉસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.