18 March, 2023 11:11 AM IST | Moscow | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ધ ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની વિરુદ્ધ ગઈ કાલે અરેસ્ટ વૉરન્ટ ઇશ્યુ કર્યું હતું. યુક્રેનમાં રશિયન આર્મ્ડ ફોર્સિસ દ્વારા આચરવામાં આવેલા યુદ્ધ-અપરાધો માટે તેઓ જવાબદાર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રશિયન આર્મ્ડ ફોર્સિસે એક વર્ષના યુદ્ધમાં યુક્રેનમાં કોઈ અત્યાચારો કર્યા હોવાના આરોપને રશિયા અવારનવાર ફગાવતું રહ્યું છે. યુક્રેનના પ્રદેશમાંથી બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોને ગેરકાયદે રશિયામાં મોકલી દેવાની શંકાના આધારે પુતિનની ધરપકડ માટે વૉરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે.