13 April, 2024 07:24 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
જેલની પ્રતીકાત્મક તસવીર
America News: તમને જણાવી દઈએ કે અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી રિદ્ધિ પટેલ નામની ગુજરાતી યુવતીને જેલભેગી કરવામાં આવી છે. રિદ્ધિ પટેલે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં પેલેસ્ટાઈનની તરફેણ જ કરી નહોતી પરંતુ આ યુવતીએ ઈઝરાયેલનો વિરોધ કરીને કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડ શહેરના મેયર સહિતના લોકોને ધમકી પણ આપી હતી. હવે આ જ 28 વર્ષની રિદ્ધિ પટેલ પર કુલ 16 ફેલોની ચાર્જિસ લગાડવામાં આવ્યા છે. અને એવા સમાચાર (America News) સામે આવી રહ્યા કે કે તે અત્યારે લેર્ડો જેલમાં બંધ છે અને તેના પર બે મિલિયન ડોલરનો બોન્ડ સુદ્ધાં મૂકવામાં આવ્યો છે.
શું બોલી હતી રિદ્ધિ પટેલ?
રિદ્ધિ પટેલે તેના ભાષણ દરમિયાન મહાત્મા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેણે "ઈસુ ખ્રિસ્તે સંભવતઃ ઠરાવને સમર્થન ન આપવા બદલ કાઉન્સિલના તમામ સભ્યોની હત્યા કરી હશે એવી પણ વાત ઉચ્ચારી હતી. તેની ટિપ્પણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
તેણે એમ પણ કહ્યું હતું કે "તમે લોકો બધા ભયાનક માણસો છો અને ઈસુએ કદાચ તમને પોતે મારી નાખ્યા હશે. અને તમારામાંથી કોઈને ચિંતા નથી કારણ કે તમે લોકો પેલેસ્ટાઈન અથવા અન્ય કોઈપણ દેશમાં જ્યાં જુલમ થાય છે ત્યાં કંઈપણ થઈ રહ્યું છે તેની પરવા નથી કરતા. તમે લોકો તેની પરવા કરતા નથી. અહીં જુલમ થઈ રહ્યો છે"
"...તમે મિત્રો, જેઓ બેકર્સફિલ્ડ (America News)માં જીતવા માટે મત આપે છે, તેઓ ગાંધીની આસપાસ પરેડ કરે છે અને આ અઠવાડિયે શરૂ થતી ચૈત્ર નવરાત્રીની હિંદુ રજાઓ. હું તમને યાદ કરાવું છું કે આ રજાઓ જેનો આપણે પાળીએ છીએ. વૈશ્વિક દક્ષિણમાં અન્ય લોકો પ્રેક્ટિસ કરે છે, તેમના જુલમીઓ સામે હિંસક ક્રાંતિમાં વિશ્વાસ રાખે છે," તેણીએ કહ્યું. એમ કહેતાં તેણે આગલ ઉમેર્યું હતું કે, "અને હું આશા રાખું છું કે એક દિવસ કોઈ ગિલોટીન લાવશે અને તમને બધાને મારી નાખશે"
પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા રિદ્ધિ પટેલે
America News: પ્રાપ્ત અહેવાલો અનુસાર રિદ્ધિ પટેલને શુક્રવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી જ્યાં તેણે પોતાના પર લાગેલા આરોપ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. તેટલું જ નહીં રિદ્ધિ પટેલે બેકર્સફિલ્ડ (America News)ના મેયર તેમજ સિટી કાઉન્સિલ મેમ્બર્સની હાજરીમાં યુદ્ધવિરામનો ઠરાવ પસાર કરવા યોજાયેલી એક હિયરિંગમાં ન માત્ર પેલેસ્ટાઈનની તરફેણ કરી હતી, પરંતુ ઈઝરાયેલને ટેકો આપનારા લોકો વિરૂદ્ધ ખૂબ જ ખરાબ શબ્દો ઉચ્ચાર્યા હતા.
હવે ક્યારે કોર્ટમાં હાજર કરવામાં આવશે?
રિદ્ધિ પટેલે સામે દલીલો કરી હતી. ત્યારબાદ કોર્ટ કમિશનરે રિદ્ધિ પર જે લોકોને ધમકી આપવાનો આરોપ (America News) છે તેમના ઘર તેમજ બિઝનેસથી દૂર રહેવા માટેની ચેતવણી પણ આપી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રિદ્ધિ પટેલ હવે 16 એપ્રિલના રોજ કોર્ટમાં હાજર થવાની છે.