05 January, 2023 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એમેઝૉન (ફાઈલ તસવીર)
આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝૉન (Amazon) 18000થી વધારે નોકરીઓ ઘટાડવા માગે છે. કંપની આ પગલું ખર્ચમાં કાપ મૂકવા માટે લઈ રહી છે.
કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) એન્ડી જેસીએ કર્મચારીઓને મોકલેલી એક નોટમાં કહ્યું છે કે પ્રભાવિત કર્મચારીઓને 18 જાન્યુઆરી સુધી આની સૂચના આપવામાં આવશે.
આ કાપ ફર્મના લગભગ 3,00,000 મક્કમ કૉર્પોરેટ કાર્યદળના લગભગ 6 ટકા છે.
એમેઝૉન આટલી મોટી છટણીની શરૂઆત કરનારી નવીનતમ મોટી આઈટી કંપની છે. માનવામાં આવી રહ્યું છે કે કંપનીના ગ્રાહકોએ પોતાનો ખર્ચ વધવાને કારણે તેમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. જેથી કંપનીએ પણ છટણીનો નિર્ણય લેવો પડ્યો. જણાવવાનું કે પ્રૌદ્યોગિકી ક્ષેત્રની દિગ્ગજ કંપનીએ ગયા વર્ષે જ કહ્યું હતું કે તે પોતાના કર્મચારીઓની સંખ્યા ઘટાડશે.
જેસીએ કહ્યું, "અમે પ્રભાવિત લોકોને સમર્થન આપવા માટે કામ કરી રહ્યા છીએ અને પેકેજ આપી રહ્યા છીએ જેમાં સેપરેશન પેમેન્ટ, ટ્રાન્ઝિશનલ હેલ્થ ઈન્શ્યોરન્સ બેનિફિટ્સ અને અન્ય જગ્યાએ જૉબ પ્લેસમેન્ટ સમર્થન પણ સામેલ છે."
તેમણે કહ્યું, "અમેઝૉને ભૂતકાળમાં અનિશ્ચિત અને મુશ્કેલ આર્થિક પરિસ્થિતિઓનો સામનો કર્યો છે અને અમે આમ કરવાનું જાળવી રાખશું."
જો કે, જેસીએ એ સ્પષ્ટ નથી કર્યું કે પ્રબાવિત કર્મચારી ક્યાં છે, પણ તેમણે કહ્યું કે ફર્મ યૂરોપના તે સંગઠનો સાથે સંવાદ કરશે જે કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો : ‘સિટાડેલ’ એક એક્સાઇટિંગ ફ્રૅન્ચાઇઝી છે : વરુણ ધવન
તેમણે એ પણ કહ્યું કે મોટાભાગની છંટણી એમેઝૉન સ્ટોર સંચાલન અને આની પીપુલ, એક્સપીરિયન્સ તેમજ ટેક્નોલૉજી ટીમમાં હશે.