ચિકન ટિક્કા મસાલાની રેસિપી આપનારે વિશ્વને કહ્યું અલવિદા, કેવી રીતે આવ્યો આઇડિયા?

22 December, 2022 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કહેવાય છે કે ચિકન ટિક્કા મસાલા પહેલીવાર અલી અહમદે જ બનાવ્યું હતું. આજે એટલે કે 22 ડિસેમ્બરના સ્કૉટિશ શેફ અલી અહમદનું 77 વર્ષની વયે નિધન થઈ ગયું છે.

પ્રતીકાત્મક તસવીર

જો તમે નૉનવેજ ખાવાના શોખીન છો તો તમે ચિકન ટિક્કા મસાલાનો સ્વાદ ચાખ્યો જ હશે. નૉનવેજ પ્રેમીઓને ચિકન ટિક્કા મસાલાનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે, લોકો આને ખૂબ જ પ્રેમથી ખાય છે. સ્કૉટલેન્ડના શેફ અલી અહમદને ચિકન ટિક્કા મસાલાની રેસિપીના જનક કહેવામાં આવે છે. કહેવાય છે કે ચિકન ટિક્કા મસાલા પહેલીવાર અલી અહમદે જ બનાવ્યું હતું. આજે એટલે કે 22 ડિસેમ્બરના સ્કૉટિશ શેફ અલી અહમદનું 77 વર્ષની વયે નિધન થઈ ગયું છે.

કેવી રીતે આવ્યો ચિકન ટિક્કા મસાલા બનાવવાનો આઇડિયા?
અલી અહમદે 1970માં પહેલીવાર ચિકન ટિક્કા મસાલા બનાવ્યું હતું. હકિકતે, 1970માં એક ગ્રાહકની ફરિયાદ બાદ તેમણે ચિકન ટિક્કા મસાલા બનાવવાનો આઇડિયા આવ્યો. ચિકન ટિક્કા મસાલા પહેલી વાર તેમના જ રેસ્ટૉરન્ટમાં બનાવવામાં આવ્યો હતો જ્યારે એક ગ્રાહકે ચિકન ટિક્કા ખાતી વખતે સૉસ ઑર્ડર કર્યો અને કહ્યું કે ચિકન ટિક્કા ખૂબ જ ડ્રાય (સૂક્કું) છે.

જ્યારે ગ્રાહકે ચિકન ટિક્કાના ડ્રાય થવાની ફરિયાદ કરી, ત્યારે અલી અહમદે ચિકન ટિક્કાને યોગર્ટ, ક્રીમ અને મસાલાના સૉસમાં રાંધવાનું શરૂ કર્યું. આ રીતે ચિકન ટિક્કા મસાલાની શરૂઆત થઈ. જોત-જોતામાં ચિકન ટિક્કા મસાલા વિશ્વમાં જાણીતું બન્યું. 2009માં AFP ન્યૂઝ એજન્સીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અલી અહમદે જણાવ્યું હતું કે ચિકન ટિક્કા મસાલા ગ્રાહકોના સ્વાદપ્રમાણે બનાવવામાં આવે છે. તેમણે કહ્યું કે ગ્રાહકોને હૉટ કરી સાથે ખાવું ગમતું નથી એટલે ચિકન ટિક્કા મસાલાને યોગર્ટ અને ક્રીમથી બનેલા સૉસનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

આ પણ વાંચો : જ્યાફતઃ ફૂડીઝ માટે કચોરી કેમ હંમેશા હોટ ફેવરીટ? અમદાવાદમાં બેસ્ટ કચોરી ક્યાં મળે?

અલી અહમદ અસલમ પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં પેદા થયા હતા. પછીથી તે પોતાના પરિવાર સાથે ગ્લાસગો ચાલ્યા ગયા. તેમણે 1964માં ગ્લાસગોના પશ્ચિમી વિસ્તારમાં પોતાનું શીશ મહેલ શરૂ કર્યું. અલી અહમદના નિધનના સમાચાર તેમના સ્કૉટલેન્ડના ગ્લાસગો સ્થિત આ જ શીશમહેલ રેસ્ટૉરન્ટ દ્વારા આપવામાં આવ્યા છે.

international news mumbai food indian food