25 September, 2024 09:37 AM IST | Israel | Gujarati Mid-day Correspondent
લેબૅનનના માર્જયૂન નામના શહેરમાંથી દેખાતું ઇઝરાયલે મહમૂદીયેહ પર્વત પર કરેલી સ્ટ્રાઇકનું પરિણામ.
ઇઝરાયલે ગઈ કાલે કહ્યું હતું કે તેમણે લેબૅનનમાં હિઝબુલ્લાના ૧૬૦૦ ટાર્ગેટ્સ પર હુમલા કર્યા હતા. બીજી તરફ લેબૅનને દાવો કર્યો હતો કે ઇઝરાયલની આ ઍર-સ્ટ્રાઇકોમાં તેમના આશરે ૫૫૮ લોકોનાં મૃત્યુ થયાં છે જેમાં ૫૦ બાળકો અને ૯૪ મહિલાનો સમાવેશ છે. સલામતી માટે હજારો લોકો લેબૅનનમાં દક્ષિણમાંથી ઉત્તર તરફ જઈ રહ્યા છે. દશકોમાં પહેલીવાર આવી ઍર-સ્ટ્રાઇક કરવામાં આવી છે.
ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ એક વિડિયો રજૂ કરીને લેબૅનનના લોકોને ઉદ્દેશીને કહ્યું છે કે ઇઝરાયલનું આ યુદ્ધ તમારી સામે નથી, પણ હિઝબુલ્લા સામે છે. ઘણા લાંબા સમયથી હિઝબુલ્લા તમને માનવઢાલ તરીકે ઉપયોગ કરે છે.