એક વર્ષની બાળકીના મગજમાં ભ્રૂણ?, કમરથી લઈને હાડકાં પણ થયા વિકસિત!!!

12 March, 2023 07:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં જ એક વર્ષની બાળકીના મગજમાં 4 ઈન્ચ સુધી વધી ચૂકેલું એક ભ્રૂણ જોવા મળ્યું. જેના સીટી સ્કેનને જોતાં ડૉક્ટર્સની ટીમને મોટો આંચકો લાગ્યો. હાલ સફળ ઑપરેશન બાદ ભ્રૂણ કાઢી લેવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

તાજેતરમાં જ એક વર્ષની બાળકીના મગજમાં 4 ઈન્ચ સુધી વધી ચૂકેલું એક ભ્રૂણ જોવા મળ્યું. જેના સીટી સ્કેનને જોતાં ડૉક્ટર્સની ટીમને મોટો આંચકો લાગ્યો. હાલ સફળ ઑપરેશન બાદ ભ્રૂણ કાઢી લેવામાં આવ્યું છે.

વિશ્વ વિકાસ તરફ તેજીથી આગળ વધી રહ્યું છે. એવામાં વિશ્વના અનેક ક્ષેત્રોમાં સતત થતા ફેરફાર અને વિકાસને કારણે નવી-નવી શોધ થતી રહે છે. આની સૌથી વધારે અસર મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં જોવા મળે છે. જેને કારણે નવી ટેક્નિકની મદદથી અનેક ગંભીર રોગની સારવાર સરળતાથી થઈ શકે છે. કેન્સરથી લઈને અનેક ઘાતક રોગની સારવાર મેડિકલ સાયન્સના વિકાસને કારણે સરળ થઈ શકી છે.

હાલના દિવસોમાં એક એવી અજીબ ઘટના સામે આવી છે. જેને સાંભળીને દરેકના પરસેવા છૂટી ગયા છે. તો, મેડિકલ સાયન્સમાં આને એક અજાયબી તરીકે માનવામાં આવે છે. હકિકતે ચીનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેણે વિશ્વમાં મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં કામ કરતા લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. માહિતી પ્રમાણે ખબર પડે છે કે ચીનમાં એક વર્ષની બાળકીના મગજમાં ભ્રૂણ મળ્યું છે. જેની માહિતી મળ્યા બાદ સાયન્ટિસ્ટોના મોં ખુલ્લાના ખુલ્લા રહી ગયા છે.

એક વર્ષની બાળકીના મગજમાં ભ્રૂણ
ચીનમાં ન્યૂરોલૉજી જર્નલમાં પ્રકાશિત એક સમાચાર પ્રમાણે તેમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં એક વર્ષ પહેલા પેદા થનારી બાળકીના મગજમાંથી એક ભ્રૂણ કાઢાવમાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જન્મ લીધા પછી બાળકીના મગજની સાઈઝ ખૂબ જ ઝડપથી વધી રહી હતી. જેથી ચિંતામાં આવીને તેના માતા-પિતા તેની સારવાર માટે તેને હૉસ્પિટલમાં લઈ ગયાય ત્યાં તે બાળકીના મગજનું સિટી સ્કેન કરવામાં આવ્યું તો આ ભેદ પરથી પડદો ઉઠ્યો.

આ પણ વાંચો : કેમ સતીશ કૌશિકની પત્નીએ મિત્ર વિકાસ માલૂની પત્ની પર કાઢ્યો ગુસ્સો, કહ્યું આવું...

ઑપરેશન બાદ મગજમાંથી કાઢવામાં આવ્યું ભ્રૂણ
બાળકીના મગજના સિટી સ્કેનના રિપૉર્ટની તપાસ કરતા ડૉક્ટર્સે તેના મગજમાં એક ભ્રૂણ જોયું. જેને જોઈને ડૉક્ટરસની ટીમ પણ ચોંકી ઊઠીં. એક રિપૉર્ટ પ્રમાણે ડૉક્ટર્સે જણાવ્યું કે બાળકીના મગજની અંદર ભ્રૂણ લગભગ 4 ઈન્ચ સુધી વધી ગયું હતું. જ્યાં તેની કમરના હાડકાં અને આંગળીઓના નખનો વિકાસ થઈ ગયો હતો. આ એક લાંબા અને સફળ ઑપરેશન બાદ બાળકીના મગજમાંથી તે ભ્રૂણને બાળકીના મગજમાંથી બહાર કાઢી લેવામાં આવ્યું છે.

international news china world news offbeat news