21 June, 2024 02:08 PM IST | Riyadh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઉદી અરેબિયામાં બળબળતી ગરમીને લીધે હજ કરવા ગયેલા લોકોમાંથી ૧૦૦૦થી વધારે હાજીના જીવ ગયા છે અને એમાં ૬૮ ભારતીયોનો સમાવેશ છે. રિયાધમાં અત્યારે બાવન ડિગ્રી તાપમાન હોવાથી આખી દુનિયામાંથી હજ કરવા ગયેલા લોકોએ ભારે ગરમીને લીધે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.
કુલ ૧૦૧૮માંથી ભારતના જે ૬૮ લોકોના જીવ ગયા છે એમાંથી અમુકનાં ઉંમરને લગતી બીમારીને લીધે, તો બાકીના લોકોનાં વેધરને કારણે મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું છે. ઇજિપ્તના સૌથી વધારે ૩૨૩ અને જૉર્ડનના ૬૦ લોકોના જીવ ગયા છે.