03 April, 2023 12:31 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
કૅનેડાથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવાની કોશિશમાં વધુ એક મૂળ ગુજરાતી પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકાની સેન્ટ લૉરેન્સ નદીમાં ડૂબી જવાના કારણે ચાર ભારતીયનાં મોત નીપજ્યાં હતાં. આ ચાર ભારતીયો મૂળે ગુજરાતના ચૌધરી પરિવારના સભ્યો હતા. મહેસાણાના વિજાપુર તાલુકાના માણેકપુર ગામનો આ પરિવાર ત્રીજી ફેબ્રુઆરીએ કૅનેડા જવા નીકળ્યો હતો. અહીંથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે બોટ પલટી જતાં તેઓ મૃત્યુ પામ્યા હતા. ૫૦ વર્ષના પ્રવીણભાઈ ચૌધરી, પુત્ર મીત, પુત્રી વિધિ અને પ્રવીણભાઈનાં પત્ની દક્ષાબહેનનાં મૃત્યુ થયાં હતાં. આ લોકો વિઝિટર્સ વિઝા પર કૅનેડા ગયાં હતાં. ગયા વર્ષે ૧૯ જાન્યુઆરીએ ગુજરાતના કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના સભ્યોનાં પણ અમેરિકામાં ઘૂસણખોરી કરવાની કોશિશમાં મૃત્યુ થયાં હતાં.