ટ્રેડમિલ પરથી બૅલૅન્સ ગુમાવ્યું અને ત્રીજા માળથી નીચે પડી

28 June, 2024 04:08 PM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

ઇન્ડોનેશિયામાં જિમમાં વર્કઆઉટ કરવા ગયેલી બાવીસ વર્ષની યુવતી ત્રીજા માળેથી પડીને મરી ગઈ. એમાં થયું એવું કે બપોરે એક વાગ્યાનો સમય હતો. આ યુવતી લગભગ અડધો કલાકથી સતત ટ્રેડમિલ પર એક ચોક્કસ સ્પીડમાં ચાલી રહી હતી.

ટ્રેડમિલ પરથી બૅલૅન્સ ગુમાવ્યું અને ત્રીજા માળથી નીચે પડી

ઇન્ડોનેશિયામાં જિમમાં વર્કઆઉટ કરવા ગયેલી બાવીસ વર્ષની યુવતી ત્રીજા માળેથી પડીને મરી ગઈ. એમાં થયું એવું કે બપોરે એક વાગ્યાનો સમય હતો. આ યુવતી લગભગ અડધો કલાકથી સતત ટ્રેડમિલ પર એક ચોક્કસ સ્પીડમાં ચાલી રહી હતી. થાકી જતાં તેનું બૅલૅન્સ ગયું અને તે ટ્રેડમિલ પરથી ગબડીને નીચે ઊતરી. હવે ટ્રેડમિલ અને દીવાલની વચ્ચે જસ્ટ એક જ સ્ટેપનું અંતર હતું. દીવાલમાં પણ કાચની બારીઓ હતી અને આ યુવતી જે બારી પાસેની ટ્રેડમિલ પર દોડી રહી હતી એ ખુલ્લી હતી. ટ્રેડમિલ પરથી બૅલૅન્સ ગુમાવીને આ યુવતી ડાયરેક્ટ ખુલ્લી બારી પાસે પડી. તેણે બારીનો દરવાજો પકડવાની કોશિશ કરી પણ ઠાલી નીવડી અને છેક ત્રીજા માળેથી નીચે જમીન પર પટકાઈ. જિમવાળા તરત જ યુવતીને હૉસ્પિટલ લઈ ગયા, પણ ત્યાં તેને મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવી.

indonesia international news offbeat news