કેમ રસ્તા પર વહી 22 લાખ લિટર દારૂની નદી, લોકોના ઘરમાં વાઇનની રેલમછેલ

12 September, 2023 01:28 PM IST  |  Lisbon | Gujarati Mid-day Online Correspondent

Red Wine Flood : પોર્ટુગલના સાઓ લોરેનો ડી બાયરોમાં એક વિચિત્ર પ્રકારની ઘટના જોવા મળી. હકીકતમાં રવિવારે અહીં રેડ વાઇનની નદી રસ્તાઓ પર વહેતી જોવા મળી હતી.

તસવીર સૌજન્ય: `X` (ટ્વિટર)

તમે હંમેશા શહેરોમાં વરસાદ પછી પૂર જેવી પરિસ્થિતિ જોઈ હશે. એમાં પણ મુંબઇમાં તો થોડોક વરસાદ પડે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જએવી સ્થિતિ સર્જાય છે. પરંતુ શું તમે ક્યારેય રસ્તાઓ પર પાણીને બદલે રેડ વાઈન વહેતો જોયો છે? હા, એવી જ એક ઘટના પોર્ટુગલમાં બની છે. જ્યાં રીતસરનો દારૂ રસ્તાઓ ઉપર વહેવા (Red Wine Flood) લાગ્યો હતો. પોર્ટુગલના સાઓ લોરેનો ડી બાયરોમાં એક વિચિત્ર પ્રકારની ઘટના જોવા મળી. હકીકતમાં રવિવારે અહીં રેડ વાઇનની નદી રસ્તાઓ પર વહેતી (Red Wine Flood) જોવા મળી હતી. 

આમ જાણે રેડ વાઇનની નદી વહી (Red Wine Flood) રહી હોય એવા દ્રશ્યો સર્જાતાં જ લોકો દંગ રહી ગયા હતા. આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યાં લાખો લીટર રેડ વાઈન રસ્તાઓ પર વહી રહ્યો (Red Wine Flood) છે. ઉપરાંત આ રેડ વાઇનનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ઘણા ઘરોના ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ રેડ વાઇનથી છલકાઈ ગયા હતા. 

આ ઘટના રવિવારે બની હતી. પોર્ટુગલના સાઓ લોરેનો ડી બાયરોની શેરીઓમાં લાખો લિટર રેડ વાઇન વહેવા લાગ્યો હતો. મળતી માહિતી મુજબ આ વાઇન શહેરના એક ટેકરી જેવા ભાગ પરથી શેરીઓમાં વહેવા લાગ્યો (Red Wine Flood) હતો. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. 

અમેરિકન મીડિયા અનુસાર 22 લાખ લિટરથી વધુ રેડ વાઇન ધરાવતી ટાંકી ફાટી ગઈ હતી. આ રીતે વાઇનની ટાંકી ફાટવાને કારણે શેરીઓમાં રેડ વાઇનનો  પ્રવાહ વહેવા લાગ્યો હતો. આ પ્રવાહને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર લોકોના ઘરમાં જ વાઇન ન ભરાતા આ વાઇનનો પ્રવાહ એક નદી તરફ ઝડપથી આગળ વધવા લાગ્યો જેને કારણે વધુ હાલાકી સર્જાઇ હતી. લોકોના બેઝમેન્ટમાં તો વાઇનથી છલકાઇ ગયા હતા. 

આ રીતે આચનકથી વાઇન વહેવા લાગતાં લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતાં ફાયર વિભાગે કામગીરી શરૂ કરી દીધી હતી. જો આ વાઇનનો પ્રવાહ શર્ટિમા નદી સાથે ભળી જાય તો ઘણી જ મુસીબત થઈ જાય એમ હતી માટે જ જેટલી બને તેટલી વહેલા ફાયર વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી. રેડ વાઇનનો પ્રવાહ નજીકના ફાર્મ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. લેવિરા ડિસ્ટિલરીએ આ ઘટનાને અંગે માફી માંગી છે અને નુકસાન અને સમારકામના ખર્ચની સંપૂર્ણ જવાબદારી પણ લઈ લીધી છે.

વાસ્તવમાં શહેરમાં સ્થાનિક વાઇનરીની બે ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. આ પછી શેરીઓમાં વાઇન વહેવા લાગ્યો હતો. અને આ વીડિયો આખી દુનિયામાં ખૂબ જ વાયરલ થયો.

portugal united states of america international news