કામના કલાકોમાં ભુતાન પહેલાં નંબરે, અઠવાડિયે ૫૪.૪ કલાક

21 September, 2024 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ ભારતીયો દર અઠવાડિયે સરેરાશ ૪૬.૭ કલાક કામ કરે છે

પ્રતીકાત્મક તસવીર

આજકાલ કામના વધુ પડતા ભારનો મુદ્દો ભારત સહિત ચીન અને જપાન જેવા દેશોમાં ચર્ચામાં છે. કયા દેશમાં કર્મચારીઓએ કેટલા કલાક કામ કરવું પડે છે એની યાદી આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને બહાર પાડી છે. એમાં સૌથી વધુ કામના કલાકો હોય એવા ટોચના ૧૦ દેશમાં ભુતાન પહેલા ક્રમે છે. ભુતાનમાં અઠવાડિયામાં સરેરાશ ૫૪.૪ કલાક કામ કરાવવામાં આવે છે. પછીના બીજા ક્રમે સંયુક્ત આરબ અમીરાત (UAE) આવે છે. ત્યાં ૫૦.૯ કલાક કામ કરાવવામાં આવે છે. એ પછીની યાદીમાં લેસોથોમાં ૫૦.૪ કલાક, કૉન્ગોમાં ૪૮.૬ કલાક, કતારમાં ૪૮ કલાક કામ કરાવવામાં આવે છે. લાઇબેરિયામાં ૪૭.૭ કલાક અને મોરિટાનિયામાં ૪૭.૬ કલાક કામ કરાવવામાં આવે છે. લેબૅનનમાં ૪૭.૬ કલાક અને મૉન્ગોલિયામાં ૪૭.૩ કલાક કામ કરાવવામાં આવે છે. ૪૭ કલાકના વીકલી વર્ક સાથે જૉર્ડન દસમા ક્રમે છે. 

ભારતમાં કેટલા કલાક કામનો ભાર છે?

ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ ભારતીયો દર અઠવાડિયે સરેરાશ ૪૬.૭ કલાક કામ કરે છે. ડેટા તો એવું પણ કહે છે કે ભારતમાં ૫૧ ટકા કર્મચારીઓ વીકમાં ૪૯ કલાક કામ કરે છે. ઇકૉનૉમિકલી વિકસી ચૂકેલા દેશોમાં કર્મચારીઓના કામના કલાકો ઘણા ઓછા છે. જેમ કે અમેરિકામાં વીકમાં ૩૮ કલાક, ચીનમાં ૪૬.૧ કલાક, જપાનમાં ૩૬.૬ કલાક અને બ્રિટનમાં ૩૫.૯ કલાક કામ કરે છે.

life masala international news world news