હવે ગોવા જવા માટે વેસ્ટર્ન રેલવેમાંથી પણ ટ્રેન

30 August, 2024 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરા ટર્મિનસથી ટ્રેન-નંબર ૧૦૧૧૫ દર બુધવારે અને શુક્રવારે સવારે ૬.૫૦ વાગ્યે ઊપડશે જે એ જ દિવસે રાતે ૧૦ વાગ્યે મડગાંવ પહોંચશે.

ગઈ કાલે બોરીવલીથી ગોવા જવા ઊપડેલી ટ્રેન. તસવીર: સતેજ શિંદે

મુંબઈગરાઓ માટે હવે કોંકણ અને ગોવા જવાનો એક વધુ વિકલ્પ ખુલ્લો થયો છે. ખાસ કરીને મુંબઈનાં વેસ્ટર્ન સબર્બ્સમાં રહેતા લોકો માટે વેસ્ટર્ન લાઇનથી સીધી જ મડગાંવ-ગોવા જતી ટ્રેન ગઈ કાલથી શરૂ થઈ છે. કેન્દ્રના કૉમર્સ મિનિસ્ટર અને ઉત્તર મુંબઈના સંસદસભ્ય પીયૂષ ગોયલે ગઈ કાલે એને બોરીવલીથી લીલી ઝંડી બતાવી હતી. 
બાંદરા ટર્મિનસથી ટ્રેન-નંબર ૧૦૧૧૫ દર બુધવારે અને શુક્રવારે સવારે ૬.૫૦ વાગ્યે ઊપડશે જે એ જ દિવસે રાતે ૧૦ વાગ્યે મડગાંવ પહોંચશે. મડગાવથી ટ્રેન-નંબર ૧૦૧૧૬ મંગળવારે અને ગુરુવારે સવારે ૭.૨૦ વાગ્યે ઊપડશે જે એ જ દિવસે રાતે ૧૧.૪૦ વાગ્યે બાંદરા પહોંચશે. આ ટ્રેન બાંદરાથી બોરીવલી, વસઈ, ભિવંડી રોડ, પનવેલ, રોહા, વીર, ચિપલૂણ, રત્નાગિરિ, કણકવલી, સિંધુદુર્ગ, સાવંતવાડી રોડ, થિવિમ, કરમાલી સ્ટેશન થઈને મડગાંવ પહોંચશે. 

goa western railway indian railways mumbai trains mumbai local train