હિન્દુત્વ છોડી દીધું છે અને પ્રાઇવેટ પ્રૉપર્ટી બની BJP: પ્રવીણ તોગડિયા

23 March, 2019 08:42 AM IST  | 

હિન્દુત્વ છોડી દીધું છે અને પ્રાઇવેટ પ્રૉપર્ટી બની BJP: પ્રવીણ તોગડિયા

હિન્દુસ્થાન નિર્માણ દલના ગુજરાતના ઉમેદવારો સાથે ડૉ. પ્રવીણ તોગડિયા.

ડૉ. પ્રવીણ તોગડિયાએ સ્થાપેલા હિન્દુસ્થાન નિર્માણ દળે ગઈ કાલે ગુજરાત, આસામ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને હરિયાણા રાજ્યોમાંથી લોકસભાની ચૂંટણી માટે પ્રથમ યાદીમાં ૪૧ ઉમેદવારો જાહેર કર્યા હતા. ‘હિન્દુત્વ છોડી દીધું છે અને BJP પ્રાઇવેટ પ્રૉપર્ટી બની ગઈ છે’ એવા મતલબનો આક્ષેપ કરીને ડૉ. પ્રવીણ તોગડિયાએ BJP સામે આક્ષેપો કર્યા હતા અને ગાંધીનગર લોકસભા બેઠક પર BJPના ઉમેદવાર અમિત શાહ સામે પોતાના દળના ઉમેદવાર અમરીશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો : હાર્દિકનો વિરોધ અકબંધ : સુરતમાં સ્વાગત કર્યું હાર્દિક ગદ્દાર પૂતળાએ

ડૉ. તોગડિયાએ BJPએ આપેલા વાયદાઓની યાદ અપાવતાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘અમારી અથાગ મહેનતથી જે દળ સત્તા પર આવ્યો એણે દેશ સાથે વાદાખિલાફી કરી. ના રામમંદિર બનાવ્યું, ના ધારા ૩૭૦, ૩૫ હટાવી, ના કાશ્મીરના હિન્દુઓને વસાવ્યા, વચન મુજબ દર વર્ષે બે કરોડ રોજગાર ના આપ્યા.’

gujarat Lok Sabha Election 2019