29 August, 2024 12:57 PM IST | Valsad | Gujarati Mid-day Online Correspondent
પોક્સો ક્રાઇમની પ્રતીકાત્મક તસવીર
હજી તો ડૉક્ટર લેડી પર કોલકતામાં થયેલ અત્યાચાર અને બદલાપૂરની ઘટનાનાં શોકમાં દેશ થરથરી રહ્યો છે ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડ જિલ્લામાં આવી જ એક ઘટના (Valsad Rape Case)એ ફરી દેશને હચમચાવી નાખ્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી મંગળવારે બપોરના સમયે કુમળી બાળકીને તેના ફ્લેટનાં રૂમમાં લઈ ગયો હતો. ત્યારબાદ આ હવસખોરે તેની સાથે યૌન શોષણ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે જ્યારે પીડિતાની માતાએ આરોપીને તેની પુત્રી સાથે જોઈ લીધો હતો ત્યારે આ સમગ્ર બાબતનો ભાંડો ફૂટ્યો હતો. જોકે, ડરના મારે આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. અને આરોપી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાં સુદ્ધાં ચડી ગયો હતો. આ ઘટના બાદ મંગળવારે રાત્રે મોટી સંખ્યામાં લોકો રોષે ભરાયા હતા.
લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, રસ્તા પર ઊતરી આવ્યા
વલસાડમાં 3 વર્ષની કુમળી બાળકી પર એક હેવાને અત્યાચાર (Valsad Rape Case) કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ મંગળવારે રાત્રે લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સેંકડો ગ્રામજનોએ ઉમરગ્રામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ ઘંટનથી અનેક લોકોમાં રોષ ભરાયેલો છે. અનેક ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને વિરોધ દર્શાવ્યો હતો.
ગણતરીનાં કલાકોમાં જ નરાધમની ધરપકડ
જ્યારે રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્થાનકને ઘેરી લીધું ત્યારબાદ પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી અધિકારીઓ સહિત અલગ-અલગ ટીમો તૈયાર કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થોડાક જ કલાકોમાં જ નરાધમોનાં હાથમાં હથકડી પહેરાવી દેવામાં આવી હતી.
માત્ર ૧૫ દિવસમાં ચાર્જશીટ દાખલ કરાશે
આ હવસખોર પીડિતાનાં ઘરની બાજુમાં જ રહેતો હતો અને તેના પરિવારજનોને સરી રીતે ઓળખતો હતો. આ જ બાબતનો તેણે ગેરલાભ (Valsad Rape Case) લીધો. આ કેસમાં એવી પણ માહિતી સામે આવી છે કે કુમળી બાળકીને પીંખીને મૂળ મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી એવો આ હવસખોર ટ્રેનમા બેસીને ફરાર થવાની તૈયારીમાં હતો. પરંતુ પોલીસની ટીમ દ્વારા તેને અસફળ કરી, દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસની ટીમ દ્વારા તેને ચાલતી ટ્રેનમાંથી ઝડપી લરવામાં આવ્યો હતો. એવી પણ માહિતી સામે આવી છે કે આ નરાધમ વિરુદ્ધ (12 વર્ષથી ઓછી ઉંમરની સગીર પર બળાત્કાર)ની કલમ 65 (2) અને પોકસો એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે તેઓ 15 દિવસમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરશે.
જોકે, ભડકી ગયેલા ગ્રામ્યજનોએ પીડિતાને ન્યાય મળે એની માંગ કરી છે અને આરોપીઓને ફાંસીની સજાની થાય એવી પણ માંગ કરવામાં આવી છે. અત્યારે એવા પણ અહેવાલ છે કે સત્તાવાળાઓએ ઉમરગામમાં બંધની જાહેરાત કરી છે. આવા સમાચાર બાદ પોલીસે ચાલુ તપાસ (Valsad Rape Case)ના ભાગ રૂપે પીડિતાની મેડિકલ તપાસ કરાવવા સહિતની વ્યવસ્થા જાળવવા પગલાં લીધા હોવાની માહિતી મળી રહી છે.