વૅલેન્ટાઇન્સ ડેએ સ્ટુડન્ટ્સે પેરન્ટ્સની કરી પૂજા અને પ્રદક્ષિણા

15 February, 2023 11:55 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ડાંગના રંભાસની શાળામાં સંતોની ઉપસ્થિતિમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો 

ડાંગના રંભાસ ગામની શાળામાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદ : વૅલેન્ટાઇન્સ ડે નિમિતે ગઈ કાલે યુવા કપલ્સે પોતાનાં પ્રિય પાત્રો સાથે વૅલેન્ટાઇન્સ ડે ઊજવ્યો હતો ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના ડાંગમાં રંભાસ ગામમાં આવેલી શાળામાં ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડેએ સંતોની ઉપસ્થિતિમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્ટુડન્ટ્સે માતા-પિતાની પૂજા કરી હતી અને તેમની ફરતે પ્રદક્ષિણા કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

આ પણ વાંચો: Valentine’s Day : પત્ની એક પણ કપડું પહેર્યા વિના કરશે રસોઇ, પતિ માટે અનોખી ભેટ

ડાંગમાં વઘઈથી સાપુતારા રોડ પર આવેલા રંભાસ ગામે બીએપીએસ સંસ્થાના સહયોગથી જ્ઞાનસેવા ચૅરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓએ પોતાનાં માતા-પિતાનું પૂજન કર્યું, પ્રદક્ષિણા કરી, આરતી ઉતારી હતી અને પંચાંગ પ્રણામ કરી પોતાના હાથે ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ માહલા, મંગલનયન સ્વામી, મુનિચરણ સ્વામી અને ગામના આગેવાનો ઉપસ્થિત હતા. 

gujarat news shailesh nayak ahmedabad valentines day